ભારતીય ક્રિકેટ માટે આજે દુઃખદ સમાચાર સામે આવ્યા છે.ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સલીમ દુરાનીનું 88 વર્ષની વયે નિધન થયું છે. સલીમ દુરાનીએ આજે સવારે જામનગરમાં અંતિમ શ્વાસ લીધા હતા.
સલીમ દુરાનીનું 88 વર્ષની વયે નિધન
ભારતીય ક્રિકેટના સિકસરના બાદશાહ ગણાતા ઓલરાઉન્ડર સલીમ દુરાનીનું આજે નિધન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સલીમ દુરાનીનું 88 વર્ષની વયે નિધન થયું છે. જાણકારી મુજબ સલીમ દુરાની કેન્સરથી પીડાતા હતા. ત્યારે લાંબી બિમારી બાદ તેમનું નિધન થયું છે. આજે સવારે તેઓએ જામનગરમાં અંતિમ શ્વાસ લીધા છે.
Former cricketer Salim Durani passes away after prolonged illness
(Pic source: ICC) pic.twitter.com/FrUW2WzM7Q
— ANI (@ANI) April 2, 2023
સલીમ દુરાની વિશે વધુ વિગતો
ભારતીય ક્રિકેટના ઓલરાઉન્ડર સલીમ દુરાનીનો જન્મ તારીખ 11 ડિસેમ્બર 1934ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. અને તેઓ 8 મહિનાના હતા ત્યારે તેમનો પરિવાર પાકિસ્તાનના કરાચીમાં સ્થાયી થયો હતો. અને જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે દુરાનીનો પરિવાર ભારત આવ્યો હતો. અને છેલ્લા ઘણા સમયથી તેઓ જામનગરમાં જ રહેતા હતા.
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં મહત્વની ભૂમિકા
સલીમ દુરાનીને 1960માં અર્જુન એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા. સલીમ દુરાનીએ લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. સલીમ દુરાની એવા ખેલાડી હતા કે તેઓ દર્શકોની માંગ પર છગ્ગો ફટકારવામાં સક્ષમ હતા. દુરાની ભારત તરફથી કુલ 29 ટેસ્ટ મેચ રમ્યા છે. આ દરમિયાન તેમણે 1202 રન બનાવ્યા છે, જેમાં 1 સતક અને 7 અડધી સદીનો સમાવેશ થાય છે. આ સિવાય સલિમ દુરાની બોલિંગમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે તેમણે પોતાના રિયરમાં 75 વિકેટ લીધી હતી. અને તેમણે પોતાની અંતિમ ટેસ્ટ ઈંગ્લેન્ડ સામે બ્રેબોર્નમાં રમી હતી.
આ પણ વાંચો : ડાંગ : ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ, જિલ્લા ભાજપ પ્રમુખે ધરી દીધું રાજીનામું