ભારતીય ખેલાડીઓ પર ભડક્યા કપિલ દેવ, કહ્યું ન રમવું હોય તો કેળાની દુકાન લગાવો..
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવએ ખેલાડીઓની મેન્ટલ હેલ્થને લઈને નિવેદન આપ્યું હતુ. જેમણે ખેલાડીઓને કહ્યુ હતુ કે તેમને ટીમ ઈન્ડિયા માટે રમવાની તક મળી રહી છે તો તેમને ગર્વ હોવો જોઈએ. આમ અવાર નવાર મેન્ટલ હેલ્થને લઈને ફરિયાદ કરી મેચમાંથી બહાર ન નિકળવું જોઈએ. તેમજ આ સાથે એક વિવાદીત નિવેદન આપ્યું હતુ જેની ખૂબ ટિકા કરવામાં આવી રહી છે.
શું કહ્યું કપિલ દેવે?
1983ની વિશ્વ વિજેતા ટીમના સુકાની કપીલ દેવે કહ્યું કે જો ક્રિકેટ ખેલાડીઓ મેચ રમતા વધુ દબાણ અનુભવી રહ્યા છે તો તેમને રમવાનું કોણ કહી રહ્યું છે!, તેઓ જઈને કેળા અને ઈંડાની દુકાન સ્થાપી શકે છે. કપિલ દેવે કોલકાતામાં આયોજિત એક કાર્યક્રમમાં આ વાત કહી હતી. જે બાદ ઘણા લોકો તેમની ટિકા કરી રહ્યા છે. તે બાદ પણ કપિલ દેવ તેમની વાતને લઈને હજુ અડગ છે.
કપિલ દેવનો મત
આ પહેલીવાર નથી જ્યારે કપિલ દેવે ભારતીય ખેલાડીઓને લઈને વાત કરી હોય. આ પહેલા પણ અનુભવી ઓલરાઉન્ડર ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્ય અને વર્કલોડ મેનેજમેન્ટ વિશે તેઓ વાત કરી ચૂક્યા છે. કપિલ દેવ કહે છે કે જ્યારે તમને 120 કરોડની વસ્તીવાળા દેશમાં ક્રિકેટ રમવાની તક મળે છે ત્યારે ખેલાડીઓએ તેનાથી ખુશ થવું જોઈએ અને ગર્વ અનુભવવો જોઈએ. ત્યારે દેશ માટે રમવાની તક તો ઈજ્જતવાળી વાત કહી શકાય. પ્રેશર તો એક અમેરિકન શબ્દ છે.
ત્યારે તમારે ન રમવું હોય તો તમને રમવાનું કોણ કહે છે, જઈને કેળાની દુકાન ખોલો, તેમજ ઈંડા વેચો તેમ કહ્યું હતુ. આ કહેતા તેમણે તેમનો પોઈન્ટ મુક્યો હતો કે તમને તક મળી રહી છે તો તકનો લાભ લો તેને પ્રેશર કેમ કહો છો!, તેમજ કામમાં આનંદ લેવાનું શરુ કરો તો મજા આવશેનું કહ્યું હતુ.