ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પૂર્વ IAS પ્રદીપ શર્માને જમીન પ્રકરણમાં 5 વર્ષની સજા, 50 હજારનો દંડ

Text To Speech

અમદાવાદ, 20 જાન્યુઆરી : રાજ્યના પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને કચ્છ ભુજમાં આવેલી સરકારી જમીન એક ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવાના પ્રકરણમાં અમદાવાદની વિશેષ અદાલતે દોષી ઠેરવી એસીબીની કલમ 13 (2) હેઠળ 5 વર્ષની જેલની સજા કરી છે. આ સાથે રૂ. 50 હાજરનો દંડ પણ કોર્ટે ફટકાર્યો છે. વધુમાં જો તેઓ આ દંડ ના ભરે તો 3 માસની સાદી કેદની સજા થશે. આ ઉપરાંત એસીબીની કલમ 11 મુજબ, 3 વર્ષની સજા અને રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો એક માસની સાદી કેદીની સજા થશે.

પૂર્વ IAS પ્રદીપ શર્મા સામે ત્રણ કેસ હતા જેમાં બે કેસમાં તેમને નિર્દોષ અને એક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે એન્ટી કરપ્શન બ્યુરોમાં નોંધાયેલા કેસમાં દોષિત ઠેરવ્યા છે. પૂર્વ IAS પ્રદીપ શર્માને એસીબીની કલમ 13(2) મુજબ થઇ 5 વર્ષની સજા અને જો દંડ ના ભરે તો 3 માસની સાદી કેદ, 50 હજારનો દંડ ફટકાર્યો છે.

પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને એક કેસમાં દોષિત ઠેરવ્યા બાદ તેમા વકીલે કોર્ટમાં સજા ઓછી કરવા રજૂઆત કરી હતી. બીજી તરફ રાજ્ય સરકારે વકીલે તેનો વિરોધ કર્યો હતો. સરકારી વકીલે કહ્યું કે IAS અધિકારી તરીકે ગુનો કર્યો છે તે કોર્ટે માન્યો છે. તેમણે કહ્યું કે આવા અધિકારીને ઓછી સજા થશે તો સમાજમાં ખોટો મેસેજ જશે.

દરમિયાન સરકારી વકીલે કોર્ટમાં વધુ સજાની માગ કરી હતી. સરકારી વકીલે કહ્યું કે કલેક્ટરની પોસ્ટ ધરાવતા અધિકારીને કડક સજા થવી જોઈએ. તેમણે બચાવ પક્ષનો વિરોધ કરતા કહ્યું કે ઉંમરના આધારે સજા ઓછી થાય તે માગ યોગ્ય નથી. સરકારી વકીલે કહ્યું કે અપરાધીની સજા સાથે લેવાદેવા હોય છે ઉંમર સાથે નહીં. તેમણે કહ્યું કે આ વ્યક્તિગત મામલો નથી પરંતુ દેશ વિરુદ્ધનું કૃત્ય છે.

જાણો શું છે કેસ ?

સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદીપ શર્મા સામે વેલસ્પન કંપનીની વેલ્યૂ પેકેજિંગ નામની પેટા કંપનીને ખોટી રીતે જમીન ફાળવી તેના બદલામાં પોતાની પત્નીને વર્ષ 2004 માં કંપનીમાં કોઈપણ જાતનાં રોકાણ વિના 30 ટકાની ભાગીદાર બનાવી રૂ. 29.50 લાખનો નફો મેળવી પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનાં આરોપમાં 30 સપ્ટેમ્બરે અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ (ACB) ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :- રાજ્યની વિવિધ નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓમાં વિકાસના કામો માટે રૂ.૬૦૫.૪૮ કરોડ મંજૂર

Back to top button