ચૂંટણી લડવા અંગે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ લીધો મોટો નિર્ણય
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. અને હવે ગુજરાતભરમાં રાજકીય ઉથલ પાથલ જોવા મળી રહી છે. કેટલાક નેતા ટિકિટના ના મળતા પક્ષ પલટા પણ શરુ થઈ ગયા છે. ત્યારે આ બધાની વચ્ચે પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના આમ આદમી પાર્ટીમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી ત્યારે હવે આ તમામ અટકળોનો અંત આવ્યો છે. પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી દ્વારા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અર્બુદા સેનાનો કોઈ સભ્ય ચૂંટણી નહીં લડે
આ સાથે અર્બુદા સેના દ્વારા ચૂંટણીને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અર્બુદા સેના ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષને સપોર્ટ કરશે નહીં. આ સાથે જ અર્બુદા સેનાનો કોઈ સભ્ય ચૂંટણી લડશે નહિ. અર્બુદા સેના માત્ર સામાજિક મુદ્દાઓને ધ્યાને લઈને તમામ કામગીરી કરશે અને અર્બુદા સેના સંપૂર્ણ બિન રાજકીય સંગઠન તરીકે કામ કરશે.
આ પણ વાંચો:પ્રથમ તબક્કની 89 બેઠકો માટે 1600 થી વધુ ફોર્મ ભરાયા, 17 નવેમ્બરના થશે ચિત્ર ફાઈનલ
વિપુલ ચૌધરીના AAPમાં જોડવાની ચાલી રહી હતી અટકળો
વિપુલ ચૌધરી આપમાં જોડાઈને તે પક્ષ પરથી ચૂંટણી લડશેની અટકશળો ચાલી રહી હતી તેમજ વિપુલ ચૌધરીની સાથે અર્બુદા સેના પણ આપ સાથે જોડાશે તેવી અટકળો હતી. જોકે, હવે આ તમામ અટકળોનો અંત આવ્યો છે. અર્બુદા સેનાએ નિર્ણય કર્યો છે કે તે ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષને સમર્થન કરશે નહીં.