ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

રાજ્યના પૂર્વ આરોગ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે આપ્યું રાજીનામું

Text To Speech

ગુજરાત રાજયના પૂર્વ આરોગ્ય પ્રધાન અને ભાજપના નેતા જયનારાયણ વ્યાસેનુ ભાજપમાંથી રાજીનામું આપી દીધુ છે. વ્યાસ સિદ્ધપુર બેઠક માટે સેન્સ આપવા ગયા હતા જ્યાં તેમના વિશે નકારાત્મક ચર્ચાઓ થતા નિરાશ થઈ ગયા હતા. જે બાદ વ્યાસે રાજસ્થાનના સીએમ અને ગુજરાત કૉંગ્રેસના ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. જે બાદથી તે ભાજપ છોડી દેશેની ચર્ચાએ જોર પકડ્યુ હતુ. અને આખરે ગત મોડી રાતે જ તેમણે ભાજપ માંથી રાજીનામું આપી દીધુ હતુ.

આ પણ વાંચો:ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસની 43 ઉમેદવારની પહેલી યાદી જાહેર

વ્યાસ ભાજપ છોડી દેશેની ચર્ચા ચાલી હતી 

રાજસ્થાનના સીએમ અને ગુજરાત કૉંગ્રેસના ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાતમાં બન્ને વચ્ચે 45 મિનિટ જેટલી ચર્ચા થઇ હતી. ત્યારે જ તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જતા રહેશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જે મોડી રાતના તેમના રાજીનામાંથી સાચી ઠરી છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી સિદ્ધપુરમાં જ ઉમેદવારી કરી શકે છે નું પૂર્વાનુંમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે વ્યાસ ભાજપના નેતા હતા ત્યારે તે ગુજરાત સરકાર, ભાજપ સંગઠન અને કેન્દ્ર સરકારના પણ ટીકાકાર રહ્યા છે.

Back to top button