અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતના પૂર્વ IPS અધિકારી વી.એમ.પારગીએ લાંબી બીમારી બાદ દુનિયાને કહ્યું અલવિદા

Text To Speech
  • 1988ની બેચના IPS અધિકારી હતા વી.એમ.પારગી 

અમદાવાદ, 4 જાન્યુઆરી, 2025: ગુજરાતના IPS બેડામાં શોકનો માહોલ છવાઇ ગયો છે, કારણ કે રાજ્યના પૂર્વ IPS અધિકારી વી.એમ.પારગીનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. વી.એમ.પારગી 1988ની બેચના IPS અધિકારી હતા. છેલ્લા લાંબા સમયથી બીમાર હોવાથી તેમની તબિયત નાજુક હતી. તેઓ એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ગાંધીનગર) તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને 2019માં તેઓ નિવૃત્ત થઈ ગયા હતા.

ગુજરાતના DGPએ શોક વ્યક્ત કર્યો

સ્વ. વી એમ પારગીના નિધન અંગે ગુજરાતના ડીજીપીએ સોશિયલ મીડિયા હેન્ડલ X દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે, શ્રી વી એમ પારગીના નિધનથી ખૂબ દુઃખ થયું છે. સાહેપ હિંમત અને પ્રતિબદ્ધતાા સર્વોચ્ચ ઉદાહરણ હતા. વ્યવસાયી રીતે મક્કમ અને સામાજિક રીતે વિશ્વાસપાત્ર સાહેબની ખોટ તેમના સંપર્કમાં આવેલા સૌ કોઈને સાલશે. ઓમ શાંતિ.

પૂર્વ IPS અધિકારી વી.એમ. પારગીએ મહીસાગર જિલ્લાના સંતરામપુરના ખેડપા ગામના વતની હતા. વી.એમ. પારગી આદિવાસી સમાજનું ગૌરવ ગણાતા હતા. તેમણે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન સુરત શહેરમાં સ્પેશિયલ કમિશ્નર ઓફ પોલીસ (ટ્રાફિક એન્ડ ક્રાઈમ), એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ગાંધીનગર) સહિત વિવિધ મહત્ત્વના પદ પર ફરજ બજાવી હતી. તેઓ નિવૃતિ બાદ આદિવાસી સમાજના ઉત્થાન માટે સમાજસેવા કરી રહ્યા હતા. પોલીસ બેડામાં પૂર્વ IPS અધિકારી વી.એમ. પારગીની ગણતરી નોન કરપ્ટેડ અધિકારીઓમાં થતી હતી.

આ પણ જૂઓ: ગુજરાત તરફથી મહાકુંભમાં વિશેષ સેવાઃ ગાંધીનગરથી વૉટર એમ્બ્યુલન્સ પ્રયાગરાજ રવાના

Back to top button