ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજસભાના સાંસદ ઓમપ્રકાશ કોહલીનું આજે નિધન થયું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ અંગે ટ્વિટ કરીને ઓ.પી. કોહલીને શ્રદ્ધાંજલિ આપી છે.
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીનું નિધન
મળતી માહીતી મુજબ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીનું નિધન થયું છે. ઓમપ્રકાશ કોહલીએ ગુજરાતના રાજયપાલ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા હતા. આ સાથે જ તેઓ ભાજપના વરિષ્ઠ નેતા પણ રહી ચૂક્યા છે.ત્યારે આજે 87 વર્ષની વયે તેમનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી રાજકારણમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
गुजरात के पूर्व राज्यपाल, भाजपा के वरिष्ठ नेता ओमप्रकाश कोहली जी के निधन का समाचार अत्यंत दुःखद है।
उनका समर्पण और सेवाभाव लोगों को हमेशा प्रेरित करता रहेगा।
ॐ शांति????????— Harsh Sanghavi (@sanghaviharsh) February 20, 2023
રાજકીય નેતાઓ પાઠવી શ્રદ્ધાંજલી
મુખ્યમંત્રી, હરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજકીય નેતાઓ સોશિયલ મીડીયા પર પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જાણકારી મુજબ આવતીકાલે સવારે 11.30 વાગ્યે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ પણ વાંચો : હવે AMCબજેટ સત્રમાં પણ અદાણીનો મુદ્દો ગુંજ્યો, હોબાળો થતાં બજેટ સત્ર એક કલાક માટે મોકૂફ રખાયું