દેશમાં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીમાં એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં તમામ મુખ્ય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ કડીમાં ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાએ આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યવાર કેટલાક નેતાઓને પ્રભારી બનાવીને નવી જવાબદારીઓ આપી છે. જેમાં નીતિન પટેલેને રાજસ્થાનનો ગઢ બીજેપીને જીતાડવા માટે સહ-ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે.
ચાર રાજ્યોની ચૂંટણીને લઈને બીજેપી એક્શનમાં
ઉલ્લેખનિય છે કે, ભાજપ સામે ચૂંટણી મેદાનમાં એકસાથે આવવાના હેતુથી વિપક્ષી પાર્ટીઓ પણ મહાગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે ભાજપમાં પણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન હવે 18મી જુલાઈએ NDAની મોટી બેઠક બોલાવવામાં આવી છે. જોકે, તે પહેલાથી જ રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તેલંગાણાની ચૂંટણીઓને લઈને બીજેપી એક્શન મોડમાં આવી ગઇ છે.
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સોંપાઈ મહત્વની જવાબદારી
નીતિન પટેલ સિવાય કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે સહ-પ્રભારી બનાવ્યા છે. તે ઉપરાંત અન્ય સાત નેતાઓને ઉપરોક્ત રાજ્યોના સહપ્રભારી બનાવ્યા છે. જેમાં પ્રકાશ જાવડેકર અને સુનીલ બંસલને તેલંગાણાના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. તો અશ્વિનિ વૈષ્ણવ અને ભૂપેન્દ્ર યાદવને મધ્ય પ્રદેશના ચૂંટણી સહપ્રભારી બનાવવામાં આવ્યા છે.
નીતિન પટેલની સાથે-સાથે આ નેતાઓને પણ સોંપાઈ જવાબદારી
છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી માટે મનસુખ માંડવિયાની સાથે-સાથે ઓમ પ્રકાશ માથુરને પણ ચૂંટણી સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. તો રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીને લઇને નીતિન પટેલની સાથે-સાથે પ્રહલાદ જોષી અને કુલદીપ બિશ્નોઇને પણ ચૂંટણી સહ પ્રભારી બનાવ્યા છે.
આ પણ વાંચો : Rajkot Rain Update : રાજકોટના 8 ડેમમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક થઈ, જાણો ડેમની સ્થિતિ