કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતવિશેષ

પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ મોરબી ઘટના અંગે આપ્યું સૌથી મહત્વનું નિવેદન, પણ પછી કહ્યું કંઈક અલગ

Text To Speech

એક તરફ મોરબીની ઘટના પર રાજકીય પ્રતિક્રિયાઓનો દોર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઘટના પર એક મોટું નિવેદન આપ્યું છે, જેના પર પણ તેઓ ફેરબદલીને પોતાનું જ નિવેદન અલગ અલગ પાડ્યું છે. જ્યાં એક તરફ કોઈ પણ પ્રકારના નક્કર પગલાં ભરવામાં આવી રહ્યા નથી ત્યારે પૂર્વ મંત્રીનું નિવેદન ચર્ચામાં આવ્યું છે.

આ પણ વાંચો : PM મોદીની મોરબી મુલાકાત પહેલાં સિવિલ હોસ્પિટલમાં રંગકામ, વિપક્ષે કહ્યું- આ છે ઢાંકપિછોડો મોડલ

પહેલાં કહ્યું કંઈક અને પછી કંઈક

મોરબીની ઘટના બાદ ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ માટે પુરેપુરી જવાબદારી સરકારની છે. પુલ જેના હેઠળ આવે છે તે મોરબી નગરપાલિકા અને મોરબીનું જિલ્લા વહીવટી તંત્ર સરકાર હેઠળ આવે છે તેથી જવાબદારીમાંથી છટકી શકાય નહીં. મને જાણકારી મળી છે કે ઈન્સપેક્શન કે મજબૂતીનો સર્વે કરાવ્યા વિના, NOC વિના પુલને શરૂ કરી દીધો. તેમના નિવેદનથી ઘણી હલચલ જોવા મળી છે.

આ નિવેદનના થોડાં જ સમયમાં નીતિન પટેલે ફેરવી તોડીને પોતાનું નિવેદન ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, બ્રિજનું રીનોવેશન અને ઓપનિંગ મોરબી એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવ્યું હતું, તેમાં સરકારનો સીધો કે આડકતરો કોઈ રોલ નથી. જૂનો બ્રિજ નાનો હતો અને અંગત ઉપયોગ માટે બનાવાયો હતો, પરંતુ ટુરિઝમ મુવમેન્ટ માટે તેને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

રાજકારણ પણ શરૂ

ઝૂલતો બ્રિજ તૂટવાના મામલે રાજકારણ પણ ચાલી રહ્યું છે. જેમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા મુખ્યમંત્રીને નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દેવાની માંગણી કરી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા હાઇકોર્ટના નિવૃત જ્જો દ્વારા તપાાસ કરવામાં આવે તેવી માંગણી કરી છે. જ્યારે હજી સુધી જવાબદાર લોકો સામે પણ કોઈ જ કાર્યવાહી થઈ નથી. ઓરેવા કંપનીના નાના હોદ્દેદારોને પકડી લેવામાં આવ્યા છે પણ મુખ્ય કર્તાહર્તા સામે પગલાં ભરવામાં આવ્યા નથી.

આ પણ વાંચો : મોરબીના ઝુલતા બ્રિજની પરવાનગી આપી કોણે, પુલ તુટવાનુ ચોંકાવનારું કારણ સામે આવ્યું

Back to top button