જામનગરના રાજવી પરિવારની મોટી જાહેરાત, ભૂતપૂર્વ ક્રિકેટરને વારસદાર બનાવ્યા
- માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજા દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી
- જામસાહેબના પરિવારના જ સભ્ય એવા અજયસિંહજી જાડેજાને વારસદાર તરીકે જાહેર કરાયા
- અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને કેપ્ટન પણ રહી ચૂક્યા છે
ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા જામસાહેબના વારસદાર બન્યા છે. જેમાં જામનગરના રાજવી પરિવારની મોટી જાહેરાત કરી છે. જેમાં જામનગરના રાજવી પરિવાર માટે માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજા દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
જામસાહેબના પરિવારના જ સભ્ય એવા અજયસિંહજી જાડેજાને વારસદાર તરીકે જાહેર કરાયા
વારસદાર તરીકે ભારતના ખ્યાતનામ પૂર્વ ક્રિકેટ ખેલાડી અને મૂળ જામનગરના વતની જામસાહેબના પરિવારના જ સભ્ય એવા અજયસિંહજી જાડેજાને વારસદાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને કેપ્ટન પણ રહી ચૂક્યા છે
રાજવી પરિવારનો બહુ મોટો ઐતિહાસિક નિર્ણય જાહેર કરતાં જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે વિજ્યાદશમીની પૂર્વ સંધ્યાએ વારસદાર તરીકે અજયસિંહજી જાડેજાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને કેપ્ટન પણ રહી ચૂક્યા છે.