ટોપ ન્યૂઝનેશનલ

જ્ઞાનવાપી મસ્જિદની પાછળની દીવાલ પર શેષનાગ-કમળ તેમજ દેવી-દેવતાઓની કલાકૃતિ, પૂર્વ કમિશનરે કોર્ટને સોંપ્યો રિપોર્ટ

Text To Speech

જ્ઞાનવાપી સ્થિત શૃંગાર ગૌરીની નિયમિત પૂજા અર્ચના અને અન્ય વિગ્રહોને સુરક્ષિત કરવાની માગ પર 6 અને 7 મેનાં રોજ કમીશનની કાર્યવાહી થઈ, જેનો રિપોર્ટ બુધવારે તત્કાલિન કમિશનર અજયકુમાર મિશ્રાએ સિવિલ જજ સીનિયર ડિવીઝનની કોર્ટમાં મૂક્યો. રિપોર્ટ મુજબ જ્ઞાનવાપી મસ્જિદની પાછળની દીવાલ પર શેષનાગ અને દેવી-દેવતાઓની કલાકૃતિના ફોટો તેમજ વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં દીવાલની ઉત્તરથી પશ્ચિમ બાજુ શિલાપટ્ટ પર સિંદૂરી રંગની કલાકૃતિ છે. જેમાં દેવ વિગ્રહના રૂપમાં ચાર મૂર્તિઓની આકૃતિ જોવા મળે છે. આ આંશિક રિપોર્ટને કોર્ટે રેકોર્ડમાં લીધો છે.

શું છે રિપોર્ટમાં?
બે પેજના રિપોર્ટમાં તત્કાલિન કમિશનરે કોર્ટને જણાવ્યું કે 6 મેનાં રોજ થયેલી તપાસમાં ચોથી આકૃતિ મૂર્તિ હોય એવું લાગી રહ્યું છે અને તેના પર સિંદૂરનો મોટો લેપ લગાડેલો છે. જેની આગળ દીવો કરવા માટે ઉપયોગમાં લેવાતા ત્રિકોણીય ગોખલામાં ફુલ હતા. પૂર્વ દિશામાં બેરિકેડિંગની અંદર તેમજ મસ્જિદની પશ્ચિમ દીવાલ બાજુ કાટમાળનો ઢગલો છે. અહીં શિલાપટ્ટ પણ તેનો જ ભાગ હોય તેવું લાગી રહ્યું છે. આ તમામ કલાકૃતિ મસ્જિદની પશ્ચિમ દીવાલ પરની કલાકૃતિ જેવી જ છે. જે બાદ તેમને કમીશનની કાર્યવાહી રોકવામાં આવી હોવાનો ઉલ્લેખ કરતા રિપોર્ટમાં કહ્યું કે વિવાદિત સ્થળના મૂળ સ્થાન બેરિકેડની અંદર તેમજ ભોંયરા ખોલવામાં પ્રશાસનની અમસર્થતાને કારણે કાર્યવાહી બીજા દિવસ સુધી ટાળી દેવાઈ હતી.

7 મેનાં રોજ થયેલી કમીનની કાર્યવાહી એક પક્ષકાર અંજુમન ઈંતઝામિયા મસાજિદ કમિટીની ગેરહાજરીમાં શરૂ થઈ. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ખંડિત દેવ વિગ્રહ, મંદિરનો કાટમાળ, હિન્દુ દેવી-દેવતાઓની કલાકૃતિ, કમળની આકૃતિ સહિતના ફોટો તેમજ વીડિયોગ્રાફી કરાઈ. કાર્યવાહી દરમિયાન વિવાદિત પશ્ચિમી દીવાલ તરફ સિંદૂર લાગેલી ત્રણ કલાકૃતિઓના પથ્થર અને ચોકને શૃંગાર ગૌરીનું પ્રતીમ ગણીને પૂજવામાં આવતા સવાલ પર વાદી પક્ષે જણાવ્યું કે બેરિકેડિંગની અંદર સ્થિત તેમના મુખ્ય મંદિર તેમજ અવશેષ સુધી જવા પર પ્રતિબંધ છે.

બે પેજના રિપોર્ટમાં તત્કાલિન કમિશનરે કોર્ટને જણાવ્યું કે 6 મેનાં રોજ થયેલી તપાસમાં ચોથી આકૃતિ મૂર્તિ હોય એવું લાગી રહ્યું છે અને તેના પર સિંદૂરનો મોટો લેપ લગાડેલો છે

એડવોકેટ કમિશનરે કહ્યું કે બે દિવસની કાર્યવાહીની વીડિયોગ્રાફ કોર્ટના આદેશ પર કોષાગારમાં સુરક્ષિત લોક રખાઈ છે. અહીં જણાવી દઈએ કે 7 મેનાં રોજ કમીશનની અધૂરી કાર્યવાહી પર 12 મેનાં રોજ કોર્ટે વિશેષ કમિશનર તરીકે વિશાલ સિંહ અને સહાયક કમિશનર તરીકે અજયપ્રતાપ સિંહની નિમણૂંક કરી હતી. જે બાદ 17 મેનાં રોજ કોર્ટે કમિશનર અજય મિશ્રાને પદ પરથી મુક્ત કર્યા હતા.

પ્રશાસન પર લગાવ્યો અસહોયગનો આરોપ
તત્કાલિક કમિશનર અજયકુમાર મિશ્રાએ પોતાના રિપોર્ટમાં 7 મેનાં રોજ થયેલા કમીશનની કાર્યવાહીમાં પ્રતિવાદી પ્રદેશ સરકાર, જિલ્લાધિકારી તેમજ પોલીસ કમિશનર પર અસહયોગનો આરોપ લગાવ્યો. તેમને લખ્યું છે કે 7 મેનાં રોજ 100થી વધુ મુસ્લિમ પક્ષ બેરિકેડની બીજી તરફ હાજર હતા, તેઓ મોટી સંખ્યામાં એકઠાં થતા શાસન તેમજ પોલીસે આગળની કાર્યવાહીમાં સહયોગ કરવા અંગે અસમર્થતા દેખાડી હતી. જેના કારણે કમીશનની કાર્યવાહી યોગ્ય રીતે ન થઈ શકી.

ખંડિત દેવ વિગ્રહ, મંદિરનો કાટમાળ, હિન્દુ દેવી-દેવતાઓની કલાકૃતિ, કમળની આકૃતિ સહિતના ફોટો તેમજ વીડિયોગ્રાફી કરાઈ

વિશેષ કમિશનર આજે પોતાનો રિપોર્ટ જમા કરાવી શકે છે
વારાણસીમાં સિવિલ જજ સીનિયર ડિવીઝન કોર્ટના આદેશ મુજબ પ્રાચીન આદિ વિશ્વેશ્વર પરિસર અંગે રાખી સિંહ વર્સિસ ઉત્તર પ્રદેશ સરકાર વિવાદમાં કોર્ટ કમીશન દ્વારા વીડિયોગ્રાફી કરાવવાના નિર્દેશ અપાયા હતા. તત્કાલિક કમીશનર અજયકુમાર મિશ્રાએ 6 અને 7 મેનો રિપોર્ટ કમીશન કાર્યવાહીના રિપોર્ટ બુધવારે કોર્ટમાં રજૂ કર્યા. આ રીતે કોર્ટ કમીશનની આંશિક કાર્યવાહી કોર્ટમાં જમા થશે. બાકીના ત્રણ દિવસની કાર્યવાહીનો રિપોર્ટ વિશેષ કોર્ટ કમિશનર વિશાલ સિંહ દ્વારા જમા કરાશે, જે આજે જમા કરાવવામાં આવે તેવી પુરી શક્યતા છે.

Back to top button