ગુજરાતટોપ ન્યૂઝ

કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની મુશ્કેલીઓ વધી, ઘરેથી જપ્ત કરાઇ આ વસ્તુઓ

Text To Speech

કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની મુશ્કેલીઓ વધી છે. જેમાં નિવાસી નાયબ કલેક્ટર સુવેરા તથા નગર નિયોજક નટુભાઇના નામ ખૂલ્યા છે. તેમજ સીઆઇડી ક્રાઇમ દ્વારા શર્માના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાનની ઝડતી લેવાઈ છે. તથા પ્રદીપ શર્માની ધરપકડ કરીને ભુજની ચીફ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

સીઆઇડી ક્રાઇમ દ્વારા પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી

કચ્છનાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની ચૂડવા ગામમાં હાઇવેને અડીને આવેલી જમીનને દબાણમાં ગણીને લાગુની જમીનના ધારકને નીચા ભાવે જમીન ફાળવી દેવામાં આવી હતી. જે મામલે ગાંધીધામ મામલતદાર દ્વારા ગુનો નોંધાવવામાં આવતાં સીઆઇડી ક્રાઇમ દ્વારા પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી હતી. શર્મા હાલ રિમાન્ડ પર છે આ દરમ્યાન સીઆઇડી ક્રાઇમે શર્માના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનની ઝડતી લઇને તેમાંથી બે મોબાઇલ તથા કેટલાક કાગળો કબજે કર્યા હતા. જોકે, હજુ તપાસ ચાલી રહી છે.

પ્રદીપ શર્માની પૂછપરછ કરવામાં આવતાં થયા ખુલાસા

સીઆઇડી ક્રાઇમ દ્વારા પ્રદીપ શર્માની પૂછપરછ કરવામાં આવતાં તેમણે નિવાસી નાયબ કલેક્ટર તરીકે ફ્રાન્સિસ આશ્રોદાસ સુવેરા તેમજ નગર નિયોજક તરીકે નટુભાઇ મોતીભાઇ દેસાઇ ફરજ બજાવી રહ્યા હતા તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત તા.6-3-23ના આરોપી પ્રદીપ શર્માને સાથે રાખીને તેમના ગાંધીનગર ખાતે આવેલા નિવાસસ્થાનની ઝડતી કરવામાં આવી હતી.

તેમને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે

આ ઝડતી દરમ્યાન તેમના ઘરમાંથી બે મોબાઇલ ફોન તેમજ તેમના હસ્તાક્ષરમાં લખેલા લખાણ કબજે કરવામાં આવ્યા હતા. આ ગુના સંબંધે કોઇ દસ્તાવેજ કે અન્ય ચીજવસ્તુઓ મળી આવી નથી અને ગુનાની વધુ તપાસ હાલ ચાલુમાં હોવાનું જાણવા મળ્યું હતું. પ્રદીપ શર્માની ધરપકડ કરીને ભુજની ચીફ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે ત્રણ દિવસના એટલે કે તા.8 માર્ચ, 2023 સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જે આવતીકાલ તા.8ના રોજ પૂર્ણ થતાં તેમને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Back to top button