પૂર્વ CM વિજય રૂપાણીને મહત્વની જવાબદારી અપાઇ, આવતીકાલે ચાર્જ સંભાળશે


ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપને ઐતિહાસિક વિજય મળી છે. જેમાં 156 બેઠકો સાથે અત્યાર સુધીના તમામ રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલ સરકારે તોડી નાખ્યા છે. તેમાં આજે શપથવિધિનો કાર્યક્રમ પણ થઇ ચુક્યો છે. તેમજ 16 મંત્રીઓની શપથવિધિ અને તેમને ખાતાની ફાળવણી પણ થઇ ગઇ છે. ત્યારે બધાને પ્રશ્ન થાય છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કયુ પદ મળ્યું હશે. તો તેના જવાબ નીચે સ્ટોરીમાં આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના નવા મંત્રીઓને મળી ગયા ખાતા, જાણો કોને કયા વિકાસ કરવાની દાદાએ આપી તક
તમામ ચૂંટણીમાં ભાજપને સફળતા મળે તેની જવાબદારી વિજય રૂપાણીને સોંપાઇ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પંજાબમાં પોતાને મળેલી પ્રભારી તરીકેનો પદભાર સંભાળશે. જેમાં પંજાબમાં ભાજપની સ્થિતિ ખુબ જ નાજુક છે. AAPની બહુમતીથી જીતના કારણે કોંગ્રેસ બીજા અને ભાજપ ત્રીજા નંબર પર છે. જેથી ભાજપ હવે પોતાની તમામ શક્તિ સાથે કામે લાગી શકે છે. 13મી તારીખે તેઓ પોતાનો અધિકારીક કાર્યભાર સંભાળી રહ્યા છે. પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સહિતની તમામ ચૂંટણીમાં ભાજપને સફળતા મળે તેની જવાબદારી વિજય રૂપાણીને સોંપાઇ છે.

આ પણ વાંચો: જાણો કેમ 156 બેઠક જીતનાર ભાજપ સરકારે માત્ર 16 મંત્રી બનાવ્યા
ભાજપને મજબૂત કરવા તેમની ચાણક્યનીતિ તેજ કરશે
વિજય રૂપાણી હિન્દીમાં જેટલા કાચા છે સંગઠનની બાબતોમાં તેટલા જ પાકા છે. તેઓ મજબુત સંગઠનાત્મક માળખુ ઉભુ કરીને કઇ રીતે સરકાર બનાવી શકાય તે અંગેની બાબતોમાં ખુબ જ પાવરધા છે. તેમણે સંગઠનમાં પોતાનું આખુ જીવન ખર્ચી નાખ્યું છે. જેથી સંગઠનની સોગઠાબાજીના તેઓ ચાણક્ય છે. તેવામાં પંજાબમાં ભાજપને મજબૂત કરવા તેમની ચાણક્યનીતિ તેજ કરશે.