પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેના હેલિકોપ્ટરનું ફરી ચેકિંગ કરવામાં આવ્યું, શિવસેના UBT ભડકી
- બદલાની ભાવનાથી શિવસેના સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે: પાર્ટી
મુંબઈ, 12 નવેમ્બર: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના હેલિકોપ્ટરનું ચેકિંગ કરવાનો મામલો ફરી એકવાર બહાર આવ્યો છે. શિવસેના બાલા સાહેબ ઠાકરે (UBT) પાર્ટી આ કાર્યવાહીથી અત્યંત ભડકી છે. જ્યારે ચૂંટણીપંચે સ્પષ્ટ કર્યું છે કે, પંચ SOP મુજબ કાર્યવાહી કરી રહ્યું છે. કોઈ ચોક્કસ નેતા સામે કોઈ કાર્યવાહી થઈ રહી નથી. અહેવાલો અનુસાર, હેલિકોપ્ટરની સાથે ચૂંટણી પ્રચાર માટે હેલિકોપ્ટર દ્વારા લાતુર ગયેલા ઉદ્ધવ ઠાકરેના સામાનનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીનો વીડિયો શિવસેનાના સત્તાવાર એક્સ હેન્ડલ પર પણ શેર કરવામાં આવ્યો છે. શિવસેના UBTનો આરોપ છે કે, બદલાની ભાવનાથી શિવસેના સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે શાસક મહાગઠબંધન (ભાજપ-શિવસેના-NCP)માં સામેલ પક્ષો દ્વારા નાણાંની વહેંચણીની ઘટના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ચૂંટણી પંચે કહ્યું છે કે, આ કાર્યવાહી નિર્ધારિત નિયમો અનુસાર કરવામાં આવી છે.
શિવસેના UBTએ એક્સ હેન્ડલ પર પોસ્ટ કર્યો વીડિયો
डॉ. बाबासाहेबांनी लिहिलेल्या संविधानात सगळ्यांना समान न्याय हे आम्ही मानतोच.पण यंत्रणांना हाताशी धरुन लोकशाहीला पायदळी तुडवून हुकुमत गाजविणाऱ्या दिल्लीश्वरांनी मात्र त्या संविधानाचा सगळ्याच पातळ्यांवर अवमान करायचा ठरवलं आहे.
आज उद्धवसाहेबांच्या सामानाची वणी येथे काही… pic.twitter.com/XyM53sKOsy— ShivSena – शिवसेना Uddhav Balasaheb Thackeray (@ShivSenaUBT_) November 11, 2024
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન થવાનું છે. આ પહેલા રાજકીય આક્ષેપ-પ્રતિ આક્ષેપો જોરશોરથી થઈ રહ્યા છે. ચૂંટણી પંચ અને ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર પર બંધારણની અવગણના કરવાનો આરોપ લગાવતા શિવસેનાએ કહ્યું કે, ‘ડૉ. બાબા સાહેબે લખેલું બંધારણ આપણા બધા માટે સમાન ન્યાયની વાત કરે છે. પરંતુ સિસ્ટમને પોતાના હાથમાં લઈને અને લોકશાહીને કચડીને શાસન કરનારા દિલ્હીના લોકોએ દરેક સ્તરે તે બંધારણની અવગણના કરવાનું નક્કી કર્યું છે.”
શિવસેનાનો આરોપ છે કે, કેટલાક અધિકારીઓએ ઉદ્ધવ ઠાકરેના સામાનની તપાસ કરી હતી. X હેન્ડલ પર શેર કરેલા વીડિયોની સાથે મરાઠી ભાષામાં લખેલા વર્ણનમાં શિવસેનાએ કહ્યું કે, ‘જે થયું તે ખૂબ સારું હતું. જો કે, તેઓ ટેક્સથી શા માટે ડરે છે? હવે કમલાબાઈ અને દેશદ્રોહીઓના સામાનની પણ એ જ રીતે તપાસ થવી જોઈએ! લોકોએ સમજવું જોઈએ કે બોક્સ કોણ, ક્યાંથી અને કેવી રીતે લઈ રહ્યું છે. ચોરને છોડીને કોણ સાધુને ફાંસી આપવાનો પ્રયાસ કરી રહ્યું છે?
ચૂંટણી પંચે શું આપ્યું નિવેદન?
શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેની બેગની તપાસના લાગેલા આરોપો અંગે ચૂંટણી પંચના સૂત્રોને ટાંકીને એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું. અધિકારીઓ દ્વારા નિશાન બનાવવાના આરોપો પર, ચૂંટણી પંચના સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે, તમામ રાજકીય પક્ષોના ટોચના નેતાઓના પ્લેન અને હેલિકોપ્ટર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા (SOP) મુજબ તપાસવામાં આવી રહ્યા છે. પંચના જણાવ્યા અનુસાર, છેલ્લી ચૂંટણી દરમિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહના પ્લેન અને હેલિકોપ્ટરનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
તમામ નેતાઓના હેલિકોપ્ટરની તલાશી લેવા સૂચના
સૂત્રોએ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નિવેદન પર પણ પ્રકાશ પાડ્યો હતો. પંચે યાદ અપાવ્યું કે, અમલીકરણ એજન્સીઓને સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે કે, તમામ નેતાઓના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવે જેથી તમામ ઉમેદવારોને સમાન તક મળે.
આ પણ જૂઓ: હિન્દુ યુવાનોને તેના માતા-પિતા સારા સંસ્કાર નથી આપતા, જાણો કોણે આપ્યું આ વિવાદિત નિવેદન