પૂર્વ CM Trivendra Singh Rawatનું વિવાદિત નિવેદન, કહ્યું- ‘નાથુરામ દેશભક્ત હતા, તેમની દેશભક્તિ પર કોઈ શંકા નથી’
- ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતનો બફાટ
- ત્રિવેન્દ્રસિંહ રાવતે નાથુરામ ગોડસેને દેશભક્ત કહ્યો!
- BJP પૂર્વ CMના નિવેદનથી રાજકારણ ગરમાયુ
- વાંચો, શું કહ્યું તેમણે?
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત છેલ્લા કેટલાક દિવસોથી યુપીના પ્રવાસે છે. દરમિયાન, પૂર્વ મુખ્યમંત્રી રાવત અને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો બુધવારે બલિયા પહોંચ્યા હતા. બલિયામાં પૂર્વ મુખ્યમંત્રીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદન બાદ દેશમાં રાજકીય ગરમાવો આવી શકે છે.
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીનો બફાટ
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય ત્રિવેન્દ્રસિંહ રાવતે યુપીના બલિયામાં મીડિયાને સંબોધિત કર્યુ હતું. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રીને પૂછવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી વિદેશ જઈને કહે છે કહે છે કે ‘અમારી કોંગ્રેસ પાર્ટી ગાંધીવાદી નીતિ પર ચાલે છે, પરંતુ ભાજપ ગોડસેની રાજનીતિ અનુસરે છે.’ જેના પર ત્રિવેન્દ્ર સિંહ રાવતે જવાબ આપતા કહ્યું કે, ‘નાથુરામ ગોડસે દેશભક્ત હતા, તેમની દેશભક્તિ પર શંકા કરી શકાય નહીં.’
શું કહ્યું ગોડસે વિશે પૂર્વ CMએ?
પૂર્વ સીએમએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા. આ પછી કહ્યું, “નાથુરામ દેશભક્ત હતા, તેમની દેશભક્તિ પર શંકા કરી શકાય નહીં. પરંતુ રાહુલ ગાંધી કયા ગાંધીવાદને અનુસરે છે? ગાંધીજીએ સ્વદેશીની વાત કરી હતી. પરંતુ તેઓ કઈ સ્વદેશીની વાત કરી રહ્યા છે?” જનતા બધુ સમજે જ છે. રાહુલ ગાંધી દેશની છબીને ખરાબ કરવાનું કામ કરી રહ્યા છે, તે સિવાય તેઓ કંઈ નથી કરી રહ્યા.” તેમણે વધુમાં કહ્યું, “ગાંધીજીની હત્યા એક અલગ મુદ્દો છે. જ્યાં સુધી મેં ગોડસેને જાણ્યા અને વાંચ્યા છે, તે મુજબ તેઓ પણ એક દેશભક્ત હતા.
આ પણ વાંચો: બ્રિજભૂષણસિંહના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં 180 લોકોની કરાઈ પૂછપરછ, શું કહ્યું SITએ?