પૂર્વ CM ઠાકરેના નજીકના સદાનંદ કદમની દાપોલી સાંઈ રિસોર્ટ સંબંધિત કૌભાંડમાં ED દ્વારા ધરપકડ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નજીકના ભૂતપૂર્વ પ્રધાન અનિલ પરબના બિઝનેસ પાર્ટનર સદાનંદ કદમની ધરપકડ કરી છે. કદમને દાપોલી સાંઈ રિસોર્ટ સંબંધિત કૌભાંડમાં પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. EDએ શુક્રવારે કદમને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ સંબંધમાં ED અનિલ પરબની પણ પૂછપરછ કરી ચૂકી છે.
કદમ અને પૂર્વ મંત્રી અનિલ પરબ પાર્ટનર
કદમની અટકાયતથી ઠાકરે જૂથને વધુ એક મોટો ફટકો પડ્યો છે. સદાનંદ કદમ અને પૂર્વ પરિવહન મંત્રી અનિલ પરબ સાઈ રિસોર્ટમાં ભાગીદાર હોવાનું કહેવાય છે. સદાનંદ કદમ મુખ્યમંત્રી એકનાથ શિંદેના શિવસેના નેતા રામદાસ કદમના નાના ભાઈ છે.
શું છે આખો મામલો ?
દાપોલી રિસોર્ટ ફ્રોડ કેસમાં EDએ અનિલ પરબ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તપાસ એજન્સીએ આ સંબંધમાં તેના અનેક સ્થળો પર દરોડા પણ પાડ્યા છે અને તેની પૂછપરછ પણ કરવામાં આવી છે. હકીકતમાં ભાજપના નેતા કિરીટ સોમૈયાએ અનિલ પરબ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે તેણે છેતરપિંડી કરીને રત્નાગીરીના દાપોલી ખાતે વૈભવી રિસોર્ટ બનાવ્યું હતું.