પૂર્વ CM રૂપાણીના સગાઓએ આચર્યું જમીન કૌભાંડ, જાણ છતાં રહ્યા મૌન, કોણે કર્યો આક્ષેપ ?
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સગાઓએ જમીન કૌભાંડ આચર્યું તે અંગેની તેમને જાણ છતાં તેઓ મૌન રહ્યા હોવાનો આક્ષેપ આજે રાજકોટ ખાતે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમારે લગાવ્યો છે. રાજકોટમાં પૂર્વ MLA સિદ્ધાર્થ પરમારે પત્રકાર પરિષદ યોજી હતી અને ભૂ-માફિયા કૌભાંડની હકીકતો મીડિયા અને જણાવી હતી અને તેમાં સંડાયેલા આરોપીઓનું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કનેક્શન હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સત્તા પરિવર્તન થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર આક્ષેપોનો વરસાદ થઈ રહ્યો છે ત્યારે તેઓ ફરી વિવાદમાં આવ્યા છે.
આ પણ વાંચો : દશેરાએ ફાફડા-જલેબીનો સ્વાદ ફિક્કો, ભાવમાં 20થી 30 ટકાનો વધારો
પરમારે કઈ જમીનો અને કોના વિશે હકીકતો કરી હતી ઉજાગર
આજે સર્કિટ હાઉસ ખાતે રાજકોટમાં પૂર્વ MLA સિદ્ધાર્થ પરમારે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પરમારે કહ્યું હતું કે, રાજકોટમાં મોટાપાયે જમીન કૌભાંડ થઈ રહ્યું છે અને તેમાં જુહીબેન રૂપાણી સામેલ છે. જેઓ વિજય રૂપાણીના પરિજન છે. આ સમગ્ર ઘટના ક્રમમાં રાજકોટના પ્રાંત અને જિલ્લા રજીસ્ટર ખુલ્લેઆમ મદદ કરી રહ્યા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રેમ મંદિરની બાજુમાં આવેલ પીપીપી યોજનાના જમીન અધિગ્રહણમાં પણ ગુનેગારો સંડોવાયેલા છે. પ્રેમ મંદિર પાસે બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા રાતોરાત ખસેડી હતી એ સમયે ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર હતી છતાં તેમણે આ બાબતે કોઈ પગલા લીધા નહીં. આ ઉપરાંત નાના મૌવા પાસે આવેલી કરોડોની જમીન પણ એક બિલ્ડરને પધરાવી દેવામાં આવી હતી. જે અંગે મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવામાં આવશે.
આ પણ વાંચો : થરાદમાં ગરબા મંડળોમાં ટ્રેડિશનલ ડ્રેસ સ્પર્ધાનું કરવામાં આવ્યું આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરાશે
વધુમાં આ અંગે પરમારે કહ્યું હતું કે, હાલની સરકાર સામે કોઈ આરોપો નથી. તેમના કાર્યોથી સંતુષ્ટ છીએ. મારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક વિનંતી છે કે આપ આ બાબતે ધ્યાન કેન્દ્રિત કરો અને રાજકોટમાં થયેલા સને થતા કૌભાંડ ખુલ્લા પાડી ભૂમાફિયાઓ સામે પગલાં ભરો.