કચ્છ - સૌરાષ્ટ્રચૂંટણી 2022
પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સ્ટેજ પર બેસવા સમયે ફસકી પડ્યા, જુઓ વિડીયો
ચૂંટણી માટેની તૈયારીમાં ભાજપ કોઈ જ કસર છોડવા માટે તૈયાર નથી. આ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્ટેજ પર આવી નીચે બેસવા સમયે બેલેન્સ ગુમાવતા ગબડી પડ્યા હતા આ સમયે આસપાસ હાજર અન્ય લોકોએ તેમને પકડી લીધા હતા.
રાજકોટમાં બહુમાળી ભવન ચોક ખાતે ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જવા ભેગા થયા હતા અને ઉમેદવારી પત્રક નોંધાવે તે પહેલા મળેલી સભામાં ભાજપના નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વજુભાઇ વાળા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહીત નેતાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્ટેજ પર આવ્યા બાદ બેસવા સમયે ફસકી ગયા હતા અને પડતાં પડતાં રહી ગયા હતા.
આ પણ વાંચો : ગુજરાત ભાજપ: નવાને તક આપવા જૂના જોગીઓ ઘરભેગા
અત્રે ઉલ્લેખનીય છે કે ગત બુધવારે રાત્રે અચાનક વિજય રૂપાણીએ પોતે ચૂંટણી લડવા ઇચ્છતા નથી તેવી જાહેરાત કરી હતી.