ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ઉલ્ટી ગંગા જેવો ઘાટ ઘડાયો, ભાજપના પૂર્વ ધારાસભ્ય સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા

Text To Speech

ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે અત્યાર સુધી સામાન્ય રીતે એવું હતુ કે આપ અને કોંગ્રેસમાંથી લોકો ભાજપમાં જોડાતા હતા. પણ આ વખતે ઉલ્ટી ગંગા જેવો ઘાટ ઘડાયો છે. જેમાં ભારતીય જનતા પક્ષના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમિત શાહે વડોદરામાં ટિકિટ બાબતે પત્તા ખોલ્યા

પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલને કોંગ્રેસનો તિરંગો ખેસ પહેર્યો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડૉ. જીતુભાઈ પટેલ, બિમલ શાહ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોર્ડીનેટર હેમાંગ રાવલની ઉપસ્થિતીમાં ભારતીય જનતા પક્ષના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલને કોંગ્રેસનો તિરંગો ખેસ પહેર્યો છે.

ગુજરાતમાં પણ “ભારત જોડો” અભિયાનને વ્યાપક સમર્થન મળ્યું

પ્રદેશ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વિધીવત રીતે આવકારતા જણાવ્યું હતું કે, ભાજપના પાયાના કાર્યકર અને દિગ્ગજ નેતા બાલકૃષ્ણ પટેલને અમે કોંગ્રેસ પક્ષમાં આવકારીએ છીએ અને આજ રીતે ભૂતકાળમાં જીલ્લા પંચાયતના પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જ્યારે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે ત્યારે ખરા અર્થમાં ગુજરાતમાં પણ “ભારત જોડો” અભિયાનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજનીતિમાં ‘કમો’ છવાયો

હું મારા સમર્થકો સાથે આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયો

ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ પટેલે જણાવ્યું હતું કે, મેં ભાજપમાં જીલ્લા પ્રમુખ તરીકે કાર્ય કરીને તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં ભાજપને વિજયી બનાવી હતી તથા ડભોઈના ધારાસભ્ય તરીકે પણ સેવાઓ આપેલ હતી. ભાજપમાં પાયાના કાર્યકર્તાઓની સતત અવગણના થઈ રહી છે તથાગુજરાતના ખેડૂતોને પણ ખુબ જ અન્યાય થઈ રહ્યો છે. ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગને ન્યાય માત્ર કોંગ્રેસ જ આપી શકે એમ છે. માટે હું મારા સમર્થકો સાથે આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યો છું.

Back to top button