AUS vs WI: મેચ દરમિયાન રિકી પોન્ટિંગની તબીયત બગડી, હોસ્પિટલમાં કરાયો દાખલ


ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પર્થમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર રિકી પોન્ટિંગની તબીયત ખરાબ થઈ હતી. રિકી પોન્ટિંગને હ્રદયની તકલીફ છે જેના કારણે તેને અચાનક દુખાવો થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. ટેસ્ટના ત્રીજા દિવસે લંચ ટાઈમ નજીક રિકી પોન્ટિંગને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. પોન્ટિંગ ચેનલ સેવન માટે કોમેન્ટ્રી કરી રહ્યો હતો.
પોન્ટિંગની તબીયત ખરાબ
ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારથી પર્થમાં શરૂ થઈ રહેલી ટેસ્ટ મેચમાં પોન્ટિંગ પહેલા દિવસથી કોમેન્ટ્રી કરી રહ્યો હતો. જોકે ઓસ્ટ્રેલિયાના અનુભવી ખેલાડીની હાલત સ્થિર છે. કોમેન્ટ્રી દરમિયાન તેમની તબિયત સારી ન હતી અને તેથી તેમને સામાન્ય તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે લંચ સમયની આસપાસ પોન્ટિંગને પર્થ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. એવા પણ સમાચાર છે કે તે ત્રીજા સેશનમાં કોમેન્ટ્રી નહીં કરે.
આ પણ વાંચો; FIFA WC માં આજે સાત ટીમોના ભાવિનો થશે ફેંસલો : ચાર ટીમો પહોંચશે અંતિમ-16માં
ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ મેચનું 7 ચેનલ પર પ્રસારણ થઈ રહ્યું છે. ચેનલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “રિકી પોન્ટિંગની તબિયત ખરાબ છે અને તે આજના બાકીના કવરેજ માટે કોમેન્ટ્રી કરશે નહીં. મીડિયા અહેવાલો અનુસાર, પોન્ટિંગની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે, પરંતુ કેટલાક લક્ષણો વિશે ચિંતિત હોવાથી, તેણે પરીક્ષણો કરાવવાનો નિર્ણય કર્યો છે. પર્થમાં ચોથા દિવસે પોન્ટિંગ કોમેન્ટ્રી માટે ઉપલબ્ધ રહેશે કે કેમ તે ચેનલ 7એ હજુ સુધી પુષ્ટિ કરી નથી.