પત્રકાર સંગઠન દ્વારા ભૂતપૂર્વ એથ્લેટ PT Ushaને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અપાયો
નવી દિલ્હી, 04 ફેબ્રુઆરી: જ્યારે પણ આપણે ‘P.T’ શબ્દ સાંભળીએ છીએ, ત્યારે મનમાં બે જ વાત યાદ આવે છે. એક શાળામાં શારીરિક તાલીમ જે ‘PT’ પિરિયડ તરીકે ઓળખાતી હતી, અને બીજી પી.ટી. ઉષા, ભારતની મહાન દોડવીર. હાલમાં જ આ ભૂતપૂર્વ એથ્લેટ પીટી ઉષાને(PT Usha) સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા(Sports Journalists Federation of India) દ્વારા દિલ્હી ખાતે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ(Lifetime Achievement Award) આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે ઓલિમ્પિકની તૈયારીઓ અંગે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ જણાવ્યું હતું કે, ‘અમે આ વખતે ખૂબ સારું કરી રહ્યા છીએ. આ વખતે અમે તૈયારી પહેલા બધું જ ઇચ્છતા હતા… અમે બધું જ કરી રહ્યા છીએ…’
VIDEO | Former athlete PT Usha receives Lifetime Achievement Award by Sports Journalists Federation of India in Delhi. pic.twitter.com/p226leJVgB
— Press Trust of India (@PTI_News) February 4, 2024
નોંધનીય છે કે, આજની તારીખમાં દેશમાં અનેક મહિલા એથ્લેટ છે. પાછલા વર્ષોમાં યોજાયેલી ઓલિમ્પિક રમતોમાં ઘણી ભારતીય મહિલા ખેલાડીઓએ દેશ માટે મેડલ જીતીને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની શ્રેણીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. પરંતુ ઓલિમ્પિકમાં મહિલાઓની ભાગીદારી વધારવા પાછળનો શ્રેય પીટી ઉષાના(PT Usha) નામે છે. પીટી ઉષા ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ મહિલા એથ્લેટ છે. આમ તો પીટી ઉષાને કોઈ ઓળખની જરૂર નથી. તેણીએ પોતાના પગલાઓ સાથે કારકિર્દીનો માર્ગ પસંદ કર્યો અને દેશની મહિલાઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા.
માત્ર 20 વર્ષની ઉંમરે પીટી ઉષાને અર્જુન એવોર્ડ, પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ સિવાય તેમને વર્લ્ડ ટ્રોફી આપવામાં આવી હતી. ભારતીય ઓલિમ્પિક સંઘે પીટી ઉષાને ‘સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ સેન્ચ્યુરી’ અને ‘સ્પોર્ટ્સ વુમન ઓફ ધ મિલેનિયમ’ માટે પણ નોમિનેટ કર્યા હતા. વર્ષ 2000 માં, ભારતની આ સર્વશ્રેષ્ઠ એથ્લેટે તેની કારકિર્દીમાંથી નિવૃત્તિ લીધી.
આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ પ્રવેશ આપનાર પ્રથમ સંસ્થા IIT-મદ્રાસ બનશે