ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પૂર્વ વિદેશ મંત્રી એસ એમ કૃષ્ણાનું 92 વર્ષની વયે નિધન

નવી દિલ્હી, તા. 10 ડિસેમ્બર, 2024: કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન અને દેશના પૂર્વ વિદેશપ્રધાન એસ.એમ કૃષ્ણાનું 92 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 2023 માં કેન્દ્ર સરકારે એસ.એમ કૃષ્ણાને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. હાલમાં તેઓ ભાજપ સાથે જોડાયેલા હતા. ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓએ એસ.એમ કૃષ્ણાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

એસ.એમ કૃષ્ણા એક સમયે કર્ણાટકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને રાજ્યના રાજકારણમાં તેમનો ઘણો પ્રભાવ હતો. તેઓ 1999 થી 2004 સુધી કર્ણાટકના મુખ્યપ્રધાનહતા. બાદમાં તેઓ મનમોહન સિંહના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારમાં વિદેશ મંત્રી પણ રહ્યા હતા. માર્ચ 2017 માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા.


એસ.એમ કૃષ્ણાએ 1960 ની આસપાસ તેમની રાજકીય ઇનિંગ્સ શરૂ કરી હતી. 1962 માં તેમણે મદ્દુર વિધાનસભા બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના ઉમેદવારને હરાવીને ચૂંટણી જીતી હતી. આ પછી તેઓ પ્રજા સમાજવાદી પાર્ટીમાં જોડાયા અને 1968 માં માંડ્યા લોકસભા બેઠકની પેટાચૂંટણી જીતી. ત્યારબાદ એસ.એમ કૃષ્ણા કોંગ્રેસમાં જોડાયા અને 1971માં માંડ્યા લોકસભા બેઠક પરથી ફરીથી ચૂંટણી જીત્યા. 1985 માં, એસ.એમ કૃષ્ણા ફરીથી રાજ્યના રાજકારણમાં પાછા ફર્યા અને વિધાનસભાની ચૂંટણી લડ્યા. તેઓ 1999 થી 2004 સુધી રાજ્યના CM હતા. તેઓ ડિસેમ્બર 2004 થી માર્ચ 2008 સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા. મનમોહન સિંહ સરકારમાં એસ.એમ કૃષ્ણાએ વિદેશ મંત્રીનું પદ પણ સંભાળ્યું હતું. જાન્યુઆરી 2023 માં, એસ.એમ કૃષ્ણાએ જાહેરાત કરી હતી કે તેઓ હવે સક્રિય રાજકારણમાં રહેશે નહીં.

એસ.એમ. કૃષ્ણાના પિતાનું નામ એસ.સી. મલ્લૈયા હતું. તેમણે મહારાજા કોલેજ, મૈસુરમાંથી સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી સરકારી કોલેજ, બેંગ્લોરમાંથી કાયદાની ડિગ્રી લીધી મેળવી હતી. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ અમેરિકા ગયા હતા. ત્યાંથી સ્નાતક થયા પછી તેમણે આંતરરાષ્ટ્રીય કાયદાનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. અમેરિકામાં સક્રિય રાજકારણમાં તેમનો રસ જાગ્યો. ત્યાં તેમણે જ્હોન એફ. કેનેડીની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર કર્યો હતો.

આ પણ વાંચોઃ મુંબઈમાં BEST ની બેકાબૂ બસે 30ને કચડ્યાં, 4નાં મૃત્યુ, જૂઓ વીડિયો

Back to top button