કિસાન સંઘના પડતર પ્રશ્નો માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના, CM નો મહત્વનો નિર્ણય
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા કિસાન સંઘના આંદોલન અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા પડતર પ્રશ્નોની માંગને લઈ સમાધાનકારી વલણ અપનાવવા તેમજ સુખદ અંત લાવવા માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વપૂર્ણ નિર્ણય લેતા આગામી દિવસોમાં આ આંદોલનનું પણ સમાધાન થઈ જવાના એંધાણ વર્તાય રહ્યા છે.
આ પણ વાંચો : દિવાળીના એક દિવસ પહેલા ISROનું સૌથી ભારે રોકેટ થશે લોન્ચ
10 સભ્યોની સમિતિમાં 3 મંત્રીમંડળના સભ્યો હશે સામેલ
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ અચાનક અનેક પ્રકારના આંદોલનો ઊભા થયા હતા જે બાદ ગાંધીનગર મેદાન એ જંગ બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા,જેમાં આરોગ્યકર્મીઓ, શિક્ષકો,સરકારી કર્મીઓ સહિતના અનેક લોકોએ ધરણાં અને પ્રદર્શન કર્યા. જોકે બાદમાં એક બાદ એક આંદોલન પર માંગ સ્વીકારી અથવા વાતચીત કરવામાં સફળ રહી છે ત્યારે કિસાન સંઘની માંગોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં દેખાઈ રહ્યા છે. કિસાન સંઘની માંગોને લઈને રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉ બેઠક કરી હતી અને શનિવારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર મામલે હાઈલેવલ કમિટીની રચના કરવામાં આવી છે જેમાં 10 સભ્યો હશે. આ દસ સભ્યોમાં ત્રણ રાજ્ય સરકારના મંત્રીઓ છે, જેમાં જીતુ વાઘાણી, રાઘવજી પટેલ, ઉર્જામંત્રી કનુ દેસાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ કિસાન સંઘના નેતાઓને તેમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદી 19મી એ ફરી આવશે રાજકોટ, જાણો આખો કાર્યક્રમ