પ્રથમ તબક્કા માટે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ, બીજા તબક્કામાં 93 બેઠક માટે ભરાયા 1800થી વઘુ ફોર્મ
- બીજા તબક્કાનું અંતિમ ચિત્ર 21 નવેમ્બરે થશે સ્પષ્ટ
- 1995ની ચૂંટણી બાદ પ્રથમ વાર રાજ્યભરમાં કુલ 2000થી વધુ ઉમેદવારો વચ્ચે થશે ટકર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. અને આ સાથે જ રાજકીય ગતીવીધીએ પણ જોર પકડ્યું છે. દરેક રાજકીય પાર્ટી પોતની પાર્ટીના ઉમેદવારો જાહેર કરી ચુકી છે. તેમજ બીજા તબક્કા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. બીજા તબક્કામાં 1800થી ફોર્મ ભરાયા છે. જેમા અમદાવાદ જીલ્લાની 21 બેઠક માટે સૌથી વધુ 500 થી વધુ ફોર્મ ભરાયા છે. હવે 18 નવેમ્બરના ઉમેદવારીપત્રની ચકાસણી કરવા આવશે. જયારે 21 નવેમ્બરના ફોર્મ પરત ખેચી શકાશે.
આ પછી બીજા તબક્કામાં કુલ ઉમેદવારોની સ્પષ્ટતા થશે. બીજી તરફ પ્રથમ તબક્કાના ફોર્મ પરત ખેચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે જ પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે કેટલા ઉમેદવારોના ચિત્ર સ્પષ્ટ થાય ગયા છે. પ્રથમ તબક્કામાં અંદાજે 950થી પણ વધુ ઉમેદવારો છે.
ગુરુવારે પ્રથમ તબક્કા માટે ફોર્મ પરત ખેંચવા અને બીજા તબક્કાનું ફોર્મ ભરવા માટે ભારે ઘસારો રહ્યો. જો વાત કરીએ વિધાનસભાની એક ચૂંટણીમાં સૌથી વધુ ઉમેદવારોની સૌપ્રથમ 1995માં સૌથી વધુ 2545,1990 માં 1889, 2017માં 1828, 2012માં 1666 વચ્ચે વિધાનસભાની બેઠક માટે સ્પર્ધા થઇ હતી. 1962માં યોજાયેલી ચૂંટણીમાં સૌથી વધુ 519 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા.
આ પણ વાંચો : પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તરીકે પૂર્વ IAS સીવી આનંદ બોઝની નિમણુંક
બીજા તબક્કામાં ની વાત કરીએ અન એતેમાં પણ માર અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 21 બેઠકો છે. ભૂતકાળમ અજો નજર નાંખીએ તો 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અમદાવાદની 21 માંથી 15 બેઠકો પર વિજય મેળવ્યો હતો. 1990માં ભાજપે 20માંથી 15, 1995માં 20માંથી 19 બેઠકો પર જીત મેળવી હતી. અમદાવાદ શહેરમાંથી મણીનગર, એલિસબ્રિજ, નરોડા આ એવી બેઠકો છે જ્યાં 1990 થી ભાજપનો દબદબો રહ્યો છે. તેમજ દાણીલીમડા એકમાત્ર એવી બેઠક છે જ્યાં ભાજપ હજુ સુધી ભાજપ ને એક પણવાર સ્થાન મળ્યું નથી. જી વાત કરીએ કોંગ્રેસની તો વિધાનસભાની 2017ની ચૂંટણીમાં વિરમગામ, બાપુનગર, દરિયાપુર, જમાલપુર-ખાડીયા, દાણીલીમડા અને ધંધુકા આ એવી બેઠકો છે કે જેમાં કોંગ્રેસ જીતવામાં સફળ રહ્યું છે. બીજી તરફ જો ભાજપની વાત કરીએ તો 2017 માં ભાજપ જે બેઠકમાં10 હજારથી ઓછા અંતરથી જીતી શક્યું તેવી બેઠકોમાં ધોળકા, સાણંદ, બાપુનગર, દરિયાપુર, ધંધુકાનો સમાવેશ થાય છે.