એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પ્રાથમિક શાળાઓમાં આજથી વિદ્યા સહાયકની ભરતી માટેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ, જાણો પ્રક્રિયા

Text To Speech

ગાંધીનગર, 7 નવેમ્બર : રાજ્યના શિક્ષણ વિભાગમાં આજથી ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જેમાં પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટે વિદ્યાસહાયકની ભરતી માટેની સંયુક્ત જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.

આ ભરતી પ્રક્રિયામાં વિદ્યા સહાયકની 13,852 જગ્યા ઉપર ભરતી કરાશે જેના ફોર્મ 16 નવેમ્બર સુધી ઓનલાઇન ભરી શકાશે. આ ઉપરાંત ધો.1 થી 5માં 5 હજાર જગ્યાઓ માટે ભરતી તેમજ ધોરણ 6 થી 8માં 7 હજાર જગ્યાઓ માટે ભરતી તો અન્ય માધ્યમની શાળાઓમાં 1852 ભરતી કરવામાં આવશે.

ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે

રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર દ્વારા આ ભરતી અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરવામાં આવ્યા બાદ આજે તેની સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8 માટે ગુજરાતી તથા અન્ય માધ્યમની મળીને કુલ 13,852 વિદ્યાસહાયકોની ભરતી માટે આજે એટલે કે, 7મી નવેમ્બરથી ઓનલાઈન અરજીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ભરતી માટે અરજદારો આગામી 16મી નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

અન્ય માધ્યમમાં 1852 જગ્યા પર ભરતી કરાશે

શિક્ષણમંત્રીના જણાવ્યા મુજબ ધોરણ 1થી 5માં ગુજરાતી માધ્યમમાં અંદાજીત 5000 જગ્યાઓ માટે ભરતી કરાશે. જ્યારે કે ધોરણ 6થી 8માં ગુજરાતી માધ્યમમાં 7000 જગ્યા પર ભરતી કરવામાં આવનાર છે. જ્યારે ધોરણ 1થી 8માં ગુજરાતી સિવાયના અન્ય માધ્યમમાં 1,852 જગ્યા પર ભરતી કરાશે. શિક્ષણ વિભાગ દ્વારા મળેલી મંજૂરી અન્વયે માત્ર કુલ જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે.

આ પણ વાંચો :- રાહુલ ગાંધીના લેખને લઈ રાજવી પરિવારોમાં રોષ, જાણો કોણે શું કહ્યું

Back to top button