સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકમેળા માટે ફોર્મ વિતરણ શરૂ, જાણો શું છે આ વખતના નિયમ
- જન્માષ્ટમીમાં યોજાનાર લોકમેળા માટે આકરા નિયમો બનાવાયા
- આ મેળાની મજા માણવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે
- લોકમેળામાં ફજેતના ભાવ રૂપિયા 35થી 45 રાખવામાં આવશે
સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકમેળા માટે ફોર્મ વિતરણ શરૂ થયા છે. જેમાં આ વખતે નવા નિયમ સામે આવ્યા છે. તેમાં આ વખતે રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો યોજાશે. તથા સ્ટોલ અને રાઇડની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો થયો છે તેમજ ફોર્મ વિતરણ બાદ હરાજી કરવામાં આવશે. જેમાં સ્ટોલના ફોર્મ વિતરણ સાથે સોગાંધનામા ફરજિયાત કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતનું આ ગામ વેચવાના કૌભાંડમાં બે પોલીસ કર્મચારીની સંડોવણી હોવાની ચર્ચા
લોકમેળામાં ફજેતના ભાવ રૂપિયા 35થી 45 રાખવામાં આવશે
ઉલ્લેખનીય છે કે લોકમેળામાં ફજેતના ભાવ રૂપિયા 35થી 45 રાખવામાં આવશે. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર એલર્ટ છે. જન્માષ્ટમીમાં યોજાનાર લોકમેળા માટે આકરા નિયમો બનાવાયા છે.યાંત્રિક રાઇડના ટેસ્ટ રિપોર્ટ બાદ જ વીજ કનેક્શન આપવામાં આવશે. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર એલર્ટ છે, જેમાં સૌરાષ્ટ્રનો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં જ યોજાશે તેવો તંત્રએ નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત રાજકોટના ભાતીગળ લોકમેળાનું તારીખ 23 થી 27 ઓગસ્ટ પાંચ દિવસનુ આયોજન કરવામાં આવ્યુ છે. જિલ્લા વહીવટી તંત્ર અને તમામ વિભાગો સાથે લોકમેળાને લઈને બેઠક યોજાઈ હતી.
આ મેળાની મજા માણવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે
જન્માષ્ટમી ઉપર રાજકોટમાં રેસ કોર્સ મેદાન ખાતે લોકમેળો યોજવામાં આવશે. રાજકોટમાં જન્માષ્ટ્રમી લોકમેળાને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે,આ વખતે રાઈડધારકો તેમજ મેળામાં લાગેલા સ્ટોલને લઈ કડક નિયમો બનાવવામાં આવ્યા છે,આ વખતે લોકમેળામાં જે લોકો રાઈડધારકો છે તેમણે ફરજિયાત વીમો લેવો પડશે તેમજ દુકાનધારકોએ દુકાનમાં સીસીટીવી તેમજ ફાયરના સાધનો મૂકવા પડશે. રાજકોટના લોકમેળામાં લોકો રાઇડસમાં બેસવાની સાથે સાથે ખાવા-પીવાનો અને ખરીદી કરવાનો પણ લોકો આનંદ માણે છે. રાજકોટના લોકમેળામાં મોતનો કૂવો સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય છે. કારણ કે, તેમાં સ્ટંટબાજો દ્વારા અલગ અલગ સ્ટંટ કરવામાં આવે છે જેમાં બુલેટ, બાઈક અને કાર દ્વારા અલગ અલગ સ્ટંટ કરવામાં આવે છે જે જોવા માટે લોકોની પડાપડી થાય છે. આ મેળાની મજા માણવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે. રાજકોટમાં યોજાતો આ લોકમેળો વર્ષ 1983થી યોજાઈ રહ્યો છે જે, હવે રાજકોટની ઓળખ બની ગયો છે.