ઉત્તર ગુજરાતગુજરાત

આધુનિક યુગમાં વિસરાયેલ પોસ્ટકાર્ડ : સદ્ઉપયોગ કરતાં શીખી રહ્યાં છે સ્વસ્તિક શાળાના વિદ્યાર્થીઓ

Text To Speech

પાલનપુર: વર્ષો પેહલા આપણને આપણા સ્નેહીજનો ના ખબર-અંતર કે તેમની કુશળતાનાં સમાચાર કે પછી આપણા એક-બીજાના પ્રસંગો નાં આમંત્રણ કે ખુશખબર દેખાડતી એક છબી એટલે તેનું નામ ‘પોસ્ટ-કાર્ડ ‘

આ પોસ્ટ-કાર્ડ એટલે પહેલા ના જમાના નું એક-બીજાને કાલ્પનિક રીતે રૂબરૂ કરાવતું Facebook હતું. તે સમયે, આજના ઘણા લોકો વળે હજુ પણ ઉપયોગ માં લેવાતું આ પોસ્ટ-કાર્ડ એ મોકલનાર અને તેને મેળવનાર બંનેને રોમાંચિત કરી દેતું હતું. આમ તો આ પોસ્ટ-કાર્ડ છે. તો એક સામાન્ય કાગળ ની વસ્તુ. પણ તે વખત ના લોકો માટે તે પોસ્ટ-કાર્ડ કોઈ અમુલ્ય વસ્તુ થી વધુ મહત્વ કઈ જ ન હતું.

કાલ્પનિક રીતે રૂબરૂ કરાવતું ” Facebook ”

દુનિયાનો નિયમ છે કે ”સમય સાથે પરિવર્તન જરૂરી છે” આ સમય ના પરિવર્તન નું ભોગ બની ગયું છે. આ આપણું સૌનું એક-બીજા ની સાથે કાલ્પનિક મેળાપ કરાવનાર ”વ્હાલું પોસ્ટકાર્ડ” આજકાલ આ પોસ્ટકાર્ડ ની જગ્યાએ સંદેશવાહક બની ગયા છે. જેવા કે વોટસએપ, ઈ-મેઈલ, ઈ-કાર્ડ, કે પછી ફેસબુક કે ટ્વીટર. તેથી લોકો આજે પોસ્ટકાર્ડ ને ભૂલી ગયા છે.

શૈક્ષણિક સંકુલ ની વિદ્યાર્થી

એવા સમયે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુર સંલગ્ન સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ, પાલનપુરના નાના બાળકો દ્વારા શાળાના પ્રવર્તમાન પ્રમુખ રમેશભાઇ પટેલ ને પોસ્ટકાર્ડ લખીને તેમના ખબર-અંતર તેમજ શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓ અને શાળાની શૈક્ષણિક બાબતોની જાણ કરે છે. તદઉપરાંત, પોસ્ટ કાર્ડ લખીને પોસ્ટ-વિભાગ દ્વારા મૂકેલી ટપાલ પેટીમાં પોસ્ટકાર્ડ નાંખીને પોસ્ટ-કાર્ડ નો વપરાશ અને તેનો ઉપયોગ કરતા શીખવે છે.

આવી સર્જનાત્મક પ્રવૃત્તિ બદલ સ્વસ્તિક ઇંગ્લિશ મિડીયમ સ્કૂલના આચાર્યા હેતલબેન રાવલ અને શાળાના સ્ટાફને અભિનંદન આપ્યા હતાં.

Back to top button