બિઝનેસ

મંદીની વાત ભૂલો,એક મહિનામાં વાહનોના વેચાણમાં બમ્પર ઉછાળો

Text To Speech

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ્સ ડીલર્સ એસોસિએશન (FADA)એ તાજેતરમાં ઓક્ટોબરમાં વાહનો વેચાણનો માસિક રિપોર્ટ બહાર પાડ્યો છે. FADA એ જાહેર કરેલ રિપોર્ટમાં ઓક્ટોબરમાં વાહનોનું કુલ રિટેલ વેચાણ 20,94,378 યુનિટ રહ્યું હોવાનું જણાવ્યું છે, જે ઓક્ટોબર 2021ના 14,18,726 યુનિટના આંકડા કરતા 48 ટકા વધુ છે. હાલમાં રહેલી તહેવારોની સિઝનને કારણે વાહનોના રિટેલ વેચાણમાં આટલો જંગી ઉછાળો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : 1 નવેમ્બરથી પેટ્રોલ-ડીઝલ સસ્તું ન થવા પર પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું આ કારણ

ઓક્ટોબર મહિનામાં 36 ટકાનો વધારો

ઓક્ટોબર મહિનામાં માત્ર ગુજરાતના વેચાણની વાત કરીએ તો દ્રિ-ચક્રિય વાહનોનું વેચાણ વાર્ષિક 36.40 ટકાના વધારા સાથે 1,15,539 યુનિટ રહ્યું છે. આ સિવાય ટ્રેક્ટરના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો છે. ટ્રેકટરનું વેચાણ 3795 યુનિટથી વધીને રેકોર્ડબ્રેક 14,139 યુનિટે પહોંચ્યું છે. ગુજરાતમાં વાહનોનું કુલ રિટેલ વેચાણ એટલેકે ડીલરો સાથેના રજિસ્ટ્રેશન સાથેનું વેચાણ 43.51 ટકા વધીને 1,73,219 યુનિટ રહ્યું છે,જે એક વર્ષ અગાઉ ઓક્ટોબર,2021માં 1,20,698 યુનિટનું રહ્યું હતુ.

Automobile - Hum Dekhenge News
Automobile

દેશમાં 41 ટકાનો વધારો

ગુજરાત સિવાય દેશની વાત કરીએ તો ઓક્ટોબર મહિનામાં તમામ વાહનોનાં વેચાણમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. ગયા મહિને પેસેન્જર વાહનોનું વેચાણ ગયાં વર્ષના 2,33,822 યુનિટ કરતાં 41 ટકા વધીને 3,28,645 યુનિટે પહોંચ્યું હતું. ટુ-વ્હીલરનું રજિસ્ટ્રેશન ગત મહિને 51 ટકાના ઉછાળા સાથે 15,71,165 યુનિટ પર પહોંચ્યું હતું, જે ગયા વર્ષે ઓક્ટોબર 2021માં 10,39,845 યુનિટ હતું.

આ તહેવારોની સિઝનમાં વેચાણ 29 ટકા વધ્યું

ઓક્ટોબર મહિનામાં દિવાળી સહિત કેટલાંય તહેવારોને લીધે સિઝનમાં વાહનોનું કુલ રિટેલ રજિસ્ટ્રેશનમાં 29 ટકાનો વધારો જોવા મળ્યો છે. તહેવારોની સિઝનમાં વાહનોનું વેચાણ 22,42,139 યુનિટથી વધીને 28,88,131 યુનિટ થયું છે. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 3,39,780 યુનિટ હતું.  બીજી તરફ ટુ-વ્હીલરનું રજિસ્ટ્રેશન એક વર્ષ અગાઉના 17,05,456 યુનિટની સામે 26 ટકા વધીને 21,55,311 યુનિટ થયું છે. આ તહેવારની સીઝનમાં થ્રી વ્હીલરનાં વેચાણમાં 68 ટકા, કોમર્શિયલ વાહનોનાં વેચાણમાં 29 ટકા અને ટ્રેક્ટરના વેચાણમાં 30 ટકાનો વધારો થયો હતો.

Back to top button