ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બાબા બાલકનાથ: CM રેસ તો ઠીક, કેબિનેટમાં પણ સ્થાન ન મળ્યું, એવું શું થયું?

જયપુર, 01 જાન્યુઆરી 2024: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવ્યા બાદ જેમનું નામ CMની લિસ્ટમાં આગળ હતું હવે તેમને કેબિનેટમાં પણ સ્થાન મળ્યું નથી. એક્ઝિટ પોલમાં પણ તેમનું નામ તત્કાલીન સીએમ અશોક ગેહલોત બાદ બીજા ક્રમે હતું. નામ છે મહંત બાલકનાથ. તેઓ એ જ નાથ સંપ્રદાયમાંથી આવે છે જેમાંથી ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આવે છે. બાબા બાલકનાથની લોકપ્રિયતાનો ગ્રાફ એટલો ઝડપથી ઊંચકાયો કે તેઓ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો વસુંધરા રાજેને પાછળ છોડીને BJP તરફથી CM માટે સૌથી લોકપ્રિય ચહેરો બની ગયા. જો કે, ભાજપે તેમને ગણકાર્યા જ નહીં.

ભજનલાલ શર્માએ બધાને પાછળ છોડી દીધા

બાબા બાલકનાથને રાજસ્થાનના યોગી પણ કહેવામાં આવી રહ્યા હતા, સીએમ માટેનો દાવો મજબૂત હોવાનું કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ જ્યારે સીએમના ચહેરા પરથી પડદો ઉઠ્યો ત્યારે ભજનલાલ શર્માએ બધાને પાછળ રાખી દીધા. જો કે, રાજ્યમાં સત્તાના સુકાન પર ભજનના રાજ્યાભિષેક બાદ ચર્ચાઓ શરૂ થઈ હતી કે બાલકનાથને નવી કેબિનેટમાં કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. પરંતુ મોટી જવાબદારી તો ઠીક, સીએમ માટે ભાજપના સૌથી લોકપ્રિય ચહેરા રહેલા બાલકનાથ તો હવે છૂમંતર થઈ ગયા.

કેમ બાબા બાલકનાથને મંત્રી પદ ન મળ્યું?

હવે સવાલ એમ થાય છે કે, તો એવું તો શું બન્યું કે બાલકનાથને કેબિનેટમાં પણ મંત્રીપદ ન મળ્યું. આનું સાચું કારણ તો ભાજપ જ જાણે, પરંતુ જ્ઞાતિનાં સમીકરણોથી લઈને સંત સમાજના ગણિત સુધીના અનેક પરિબળોની ચર્ચા થઈ રહી છે. મહંત બાલકનાથ યાદવ જ્ઞાતિમાંથી આવે છે. રાજસ્થાનમાં યાદવ જાતિના મતદારો લગભગ બે ડઝન બેઠકો પર જીત કે હાર નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ તેમનો પ્રભાવ માત્ર તેમાંથી અડધી બેઠકો પર જ છે.

મહંત બાલકનાથને મંત્રી ન બનાવવા બાબતે પણ જ્ઞાતિનાં સમીકરણોની ચર્ચાએ જોર પકડ્યું છે. મહંત બાલકનાથ યાદવ જ્ઞાતિમાંથી આવે છે. રાજસ્થાનમાં યાદવ જાતિના મતદારો લગભગ બે ડઝન બેઠકો પર જીત કે હાર નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ આ જાતિમાં ભાજપનું પ્રભુત્વ નબળું માનવામાં આવે છે. મધ્યપ્રદેશમાં સરકારની કમાન મોહન યાદવને સોંપીને પાર્ટીએ પહેલા જ યાદવ કાર્ડ રમી લીધું હતું. બાલકનાથને મહંત તરીકે વધુ ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં કદાચ પાર્ટીના નેતાઓને ખાતરી નહોતી કે તેમના નામની મદદથી યાદવ સમુદાય સુધી સંદેશ યોગ્ય રીતે પહોંચશે કે નહીં. આ સિવાય રાજસ્થાનમાં બે ધારાસભ્યો પણ સંત સમાજમાંથી આવે છે ત્યારે એવું માની શકાય છે કે, આ નેતાઓ તેમના મુખ્યમંત્રી બનવા પર વાંધો વ્યક્ત કરી શકતા હતા.

બીજી તરફ, તેમની લોકપ્રિયતા જ આડે આવીને ઊભી રહી. આ ઉપરાંત જો તેમને કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા હોત, તો પાર્ટીના સીએમ ભજનલાલ પાસેથી ફોકસ બદલવાનો ભય રહેતો. કેબિનેટમાં બાલકનાથની હાજરી સીએમ ભજનલાલ માટે પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. આ તમામ બાબતો બાલકનાથના મંત્રી બનવાના માર્ગમાં અવરોધરૂપ બની.

આ પણ વાંચો: મોઢેરાના સૂર્ય મંદિર ખાતે સૂર્યના પ્રથમ કિરણની સાક્ષીએ સૂર્ય નમસ્કારનો વિશ્વ વિક્રમ

Back to top button