ગુજરાતટોપ ન્યૂઝ

હવે જંગલની સુરક્ષા SRP જવાનોને સોંપવામાં આવી, જાણો કેમ ?

Text To Speech

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિભાગ અને વિવિધ કર્મચારીઓ દ્વારા આંદોલનો ચાલી રહ્યા છે. વિવિધ માંગોને લઈને હવે વનપાલ અને વન રક્ષકો પણ મેદાનમાં ઉતર્યા છે. જેના પગલે સરકારની ચિંતા વધી ગઈ છે. જૂનાગઢમાં છેલ્લા પાંચ દિવસથી વનપાલ અને વન રક્ષકોની ગ્રેડ પે મુદ્દે હડતાલ ચાલી રહી છે. ક્યારે જંગલમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં અને કોઈ બીન અધિકૃત વ્યક્તિ જંગલમાં પ્રવેશી કોઈ પ્રકારની ઘટના બને નહીં તે માટે વન વિભાગ એક્શનમાં આવ્યું છે. જંગલની સુરક્ષા માટે વન વિભાગે પોલીસની મદદ માગી છે, ત્યારે ગુજરાત રાજ્યના પોલીસ વડાએ રાજ્યમાં જંગલ વિસ્તારમાં આવતા જિલ્લા પોલીસવડાને વન વિભાગના કર્મચારીઓની જે હડતાલ ચાલી રહી છે. તેને પગલે ગુજરાત પોલીસની જ્યાં પણ જરૂર પડે ત્યાં પોલીસ સ્ટાફને મોકલી આપવા માટે સૂચના આપવામાં આવી છે. જેથી આજે જુનાગઢ વન વિભાગ કચેરીએ 45 SRP જવાનો આવી પહોંચ્યા હતા.

Sasan Gir
Sasan Gir

ગીર જંગલ બોર્ડર વિસ્તારમાં સિંહોની સુરક્ષા માટે કે જંગલમાં કોઈ અનઅધિકૃત રીતે પ્રવેશ ન કરે તે માટે બોર્ડર વિસ્તારમાં એસઆરપીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને તે માટે આજે અલગ અલગ વિસ્તારોમાં ટુકડીઓ બનાવીને એસઆરપીના જવાનોને રવાના કરવામાં આવ્યા છે.

Gujarat Police
File image

વન વિભાગના કર્મચારીઓ હડતાલ પર છે જેના પગલે જંગલમાં વસતા વન્ય પ્રાણી અને ગુજરાતનું ઘરેણું એવા સિંહની સુરક્ષા માટે મોટો સવાલ ઊભો થયો છે. ત્યારે વન વિભાગે આ પ્રશ્નને પહોંચી વળવા માટે પોલીસની મદદ લીધી છે. જુનાગઢ વન વિભાગમાં અને ગીર બોર્ડરની રક્ષા માટે હવે એસઆરપીની ટુકડીઓ આવી પહોંચી છે. જે સિહોની સુરક્ષા તેમજ વન્ય પ્રાણીઓની પણ સુરક્ષા માટે રેવન્યુ અને જંગલ વિસ્તારની બોર્ડર ઉપર એસઆરપીના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી પોલીસ લોકોનું રક્ષણ કરતી હતી અને કાયદો વ્યવસ્થાનો ભંગ ન થાય તેનું ધ્યાન રાખતી હતી. પરંતુ હવે પોલીસ ઉપર લોકોની સાથે સાથે સિંહ અને વન્ય પ્રાણીઓની સુરક્ષાની પણ જવાબદારી આવી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં કમરતોડ ખાડા, જાણો-કેટલા પહોંચ્યા હોસ્પિટલ ?

Back to top button