ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝવાયબ્રન્ટ ગુજરાત સમિટ

ડીસામાં નવો ઉદ્યોગ શરૂ થાય તે પહેલા જ વન અધિકારી વીનેશ ગોસ્વામીનો પૈસા પડાવવાનો પેંતરો

બનાસકાંઠા, 29 જાન્યુઆરી 2024, ગુજરાત સરકાર રાજ્યમાં ઉદ્યોગોના વિકાસ માટે વાઈબ્રન્ટ સમિટ થકી દેશ વિદેશમાંથી મૂડીરોકાણ લાવી રહી છે. રાજ્યમાં ઉદ્યોગો આવશે તો રોજગારીની તકો વધશે અને વિકાસનો વ્યાપ વધશે. ત્યારે કેટલાક અધિકારીઓ ઉદ્યોગો સ્થપાય એમાં પોતાના સ્વાર્થ માટે આડોડાઈ કરી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં ડીસા શહેરનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે.શહેરમાં નાના મોટા ઉદ્યોગો આવી રહ્યાં છે. ત્યારે નજીકના દિવસોમાં શરૂ થનારા એક ઉદ્યોગ ગૃહ શરૂ થાય તે પહેલાં જ તેના સંચાલકો સામે વન વિભાગના અધિકારીએ રૌફ જમાવવાની કોશિશ કરી હોવાનું જાણવા મળ્યું છે. ઉદ્યોગ સંચાલકો અધિકારી સામે સરકારમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરશે તેવી પણ માહિતી મળી રહી છે.

ઉદ્યોગની સ્થાપના પહેલાં જ નડતરરૂપ બનવાનું શરૂ કરી દીધું
પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં રોજગારીની તકો ઉભી થાય તે માટે મલ્ટીનેશનલ કંપનીઓ આવી રહી છે અને ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે ડીસા-પાલનપુર હાઈવે પર ભોયણ નજીક એક ઉદ્યોગ શરૂ થાય તે પહેલાં જ તેના સંચાલકો સામે વન વિભાગના અધિકારી વીનેશ ગોસ્વામીએ રૌફ જમાવ્યો હતો. તેમણે ઉદ્યોગની સ્થાપના પહેલાં જ નડતરરૂપ બનવાનું શરૂ કરી દીધું હતું. વનવિભાગના અધિકારીએ ઉદ્યોગના સંચાલકોને વન વિભાગની મંજુરી કેમ લીધી હતી તેમ કહીને તેમની સામે ઉદ્ધત વર્તન કરી અપમાનજનક શબ્દપ્રયોગ કર્યો હતો.

અધિકારીની આ પ્રકારની વર્તણૂંકથી ગ્રામજનો રોષે ભરાયાં
ઉદ્યોગના સંચાલકોનું કહેવું હતું કે, કંપનીએ પોતાના અધિકારક્ષેત્ર બહાર કશું જ કર્યું નથી પરંતુ વન અધિકારીએ પોતાની સત્તાનો રૌફ બતાવી પૈસા પડાવવા માટે ધમકીઓ આપી છે. અધિકારીની આ પ્રકારની વર્તણૂંકથી ગ્રામજનો રોષે ભરાયાં છે અને સરકારમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાના હોવાની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વનવિભાગના અધિકારી વીનેશ ગોસ્વામીએ ઉદ્યોગ સંચાલકોને પરમીશન વિના કંઈપણ શરૂ કર્યું તો ગુનો દાખલ કરી દઈશ તેવી ધમકી આપીને ડરાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

અધિકારી સામે ઉદ્યોગના સંચાલકો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરશે
વન વિભાગના આ અધિકારી સામે ઉદ્યોગના સંચાલકો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાના છે તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ડીસામાં સ્થપાનાર આ ઉદ્યોગ ગૃહના સંચાલકોની નજીક રહેલા લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, સરકાર રાજ્યમાં વિકાસ કરવા ઉદ્યોગો લાવી રહી છે. બીજી બાજુ આવા અધિકારીઓ વિકાસના કામમાં રોડા નાંખી રહ્યાં છે ત્યારે જિલ્લા કલેકટરે આવા અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. રાજ્યમાં રોકાણ આવે અને ઉદ્યોગો શરૂ થાય તો ગ્રામ્ય સ્તરે મોટી રોજગારી ઉભી થાય તે માટે સરકાર પ્રયાસો કરે છે. બીજી બાજુ વીનેશ ગોસ્વામી જેવા અધિકારીઓ જ સરકારના આ પ્રયાસને નાકામ કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠા: ડીસાની અંજલી કોર્પોરેશનના માલિક સાથે રૂ.90.69 લાખની છેતરપિંડી

Back to top button