ટોપ ન્યૂઝનેશનલ

ઉત્તરાખંડના જંગલોમાં ભીષણ આગ: ગઢવાલ અને કુમાઉંના રહેણાંક વિસ્તારો સુધી પહોંચી, પહાડો ધગધગ્યાં

Text To Speech

દહેરાદૂનઃ ઉત્તરાખંડના જે જંગલોમાં એપ્રિલ સુધી બરફ જામેલો રહેતો હતો ત્યાં આગની જ્વાળાઓ ઊઠી રહી છે. બેકાબૂ આગ હવે ગઢવાલ અને કુમાઉંના રહેણાક વિસ્તારો સુધી પહોંચી રહી છે. પિથૌરાગઢ, ઉત્તરકાશી, શ્રીનગર, ટિહરીના પહાડો ધગધગે છે.

સુરોલીનું જંગલ પણ સળગી ઊઠ્યું
ચમોલી જિલ્લામાં ગૌશાળાઓ સળગી જવાની ઘટનાઓ સામે આવી છે. પિથૌરાગઢના કનાલીછીનાના સુરોલીનું જંગલ પણ સળગી રહ્યું છે. થલના દડમોલીના જંગલની આગ વસાહતો તરફ ફેલાઇ રહી છે. જંગલની આગ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના ગામ નામતી ચેટાબગડના પોથિયાધાર તોક સુધી પહોંચી ગઇ.

423 બનાવ 2022માં બની ચૂક્યા છે.
2813 બનાવ 2021માં બન્યા, છેલ્લા 12 વર્ષમાં સૌથી વધુ.
3943.88 હેક્ટર વન ક્ષેત્ર નષ્ટ થયું 2021માં.

કારણ: સામાન્યથી 5 ડિગ્રી વધુ તાપમાન
ક્લાઇમેટ ચેન્જને કારણે પહાડો પર તાપમાન સામાન્યથી 5 ડિગ્રી વધુ રહે છે. એપ્રિલમાં 2 હજાર મી.થી વધુ ઊંચાઇ પર મહત્તમ તાપમાન 15 ડિગ્રી રહેતું હતું પણ છેલ્લા કેટલાક વર્ષોમાં સરેરાશ તાપમાન 15 ડિગ્રી થઇ ગયું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ઉત્તરાખંડમાં આ વખતે ધારણાથી ઓછો વરસાદ થયો છે. આખો એપ્રિલ મહિનો ડ્રાય દેખાઇ રહ્યો છે. – વિક્રમ સિંહ, નિયામક, હવામાન વિજ્ઞાન કેન્દ્ર

Back to top button