ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

બિકીની પહેરીને વિદેશી મહિલાઓએ ઋષિકેશ ખાતે ગંગામાં ડૂબકી લગાવી, વિવાદ બાદ વીડિયો વાયરલ

  • ઋષિકેશમાં લોકપ્રિયતા મેળવી રહેલી પશ્ચિમી પ્રવાસીઓની સંસ્કૃતિ ધીમે ધીમે આ પવિત્ર સ્થાનને મિની બેંગકોકમાં ફેરવી દેશે: યુઝર 

ઋષિકેશ, 29 એપ્રિલ: ઇન્ટરનેટ પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બિકીની પહેરીને વિદેશી મહિલાઓ ઋષિકેશ ખાતે ગંગા નદીમાં ડૂબકી મારતા જોવા મળે છે. હિમાલયન હિન્દુ નામના યુઝરનેમ સાથે એક એક્સ(ટ્વિટર) યુઝરે તેના એકાઉન્ટ પર કેપ્શન સાથે આ વીડિયો પોસ્ટ કર્યો છે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિવાદનો મુદ્દો બની ગયો છે. યુઝરે વીડિયો શેર કરતા દાવો કર્યો કે, “ઋષિકેશમાં લોકપ્રિયતા મેળવી રહેલી પશ્ચિમી પ્રવાસીઓની સંસ્કૃતિ ધીમે ધીમે આ પવિત્ર સ્થાનને મિની બેંગકોકમાં ફેરવી દેશે”

ઋષિકેશ, વિશ્વભરના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય પ્રવાસ સ્થળ હોવાથી, સમગ્ર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં લોકોને આકર્ષે છે. ઘણા વિદેશી નાગરિકો આપણા દેશમાં સ્થાનિક સંસ્કૃતિને અપનાવીને સ્થાનિક લોકો સાથે આનંદ માણતા અને વાર્તાલાપ કરતા જોઈ શકાય છે.

ગંગા ગોવાનો બીચ બની ગઈ છે: યુઝર 

X યુઝરે 26 એપ્રિલે તેનો આ વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, “પવિત્ર ગંગાને ગોવા બીચમાં ફેરવવા બદલ પુષ્કર સિંહ ધામીનો આભાર. આવી વસ્તુ\પ્રવૃતિઓ હવે ઋષિકેશમાં થઈ રહી છે અને ટૂંક સમયમાં તે મિની બેંગકોક બની જશે.”

હિમાલયન હિન્દુ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં, બિકીની પહેરેલી વિદેશી મહિલાઓ અને શોર્ટ્સ પહેરેલા પુરુષોને પવિત્ર ગંગા નદીમાં ડૂબકી મારતા જોવા મળે છે. તેઓ તેમની આ પ્રવૃત્તિનો આનંદ માણતા પણ દેખાઈ રહ્યા છે અને આ ક્ષણને સંપૂર્ણ રીતે જીવે છે. જોકે, આ વીડિયો શેર કરનાર X યુઝર હિમાલયન હિન્દુ, તેમના આ કૃત્યની માત્ર નિંદા જ નથી કરી રહી પરંતુ વીડિયોને રાજ્ય સરકારના ધ્યાન પર આ મુદ્દો લાવવા માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને તેમના આ વીડિયોમાં ટેગ પણ કર્યા છે. તેમણે 24 એપ્રિલે એક અન્ય વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, ઋષિકેશમાં રેવ પાર્ટીઓ અને ઝોમ્બી કલ્ચરને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તેમણે સીએમને કહ્યું કે, આ બધું શહેરની રુની(runis) બને તે પહેલા કંઈક કરો.

 

યુઝરે પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, “ઋષિકેશ હવે ધર્મ, આધ્યાત્મિકતા અને યોગનું શહેર નથી રહ્યું. તે હવે ગોવા બની ગયું છે. શા માટે ઋષિકેશમાં આવી રેવ પાર્ટીઓ/ઝોમ્બી કલ્ચરને પ્રોત્સાહન આપવામાં આવે છે.” તેમણે ઉમેર્યું કે,”પુષ્કર સિંહ ધામી, શું આના માટે દેવભૂમિ પ્રખ્યાત છે? તેઓ આ પવિત્ર શહેરને બરબાદ કરે તે પહેલાં કંઈક કરવાની જરૂર છે.”

બંને વીડિયો પોસ્ટને નેટીઝન્સ તરફથી વ્યાપક ટીકા મળી રહી છે અને ઘણા લોકોએ દાવો કર્યો છે કે, વીડિયોમાં કંઈપણ ખોટું દેખાતું નથી કારણ કે વીડિયોમાં દરેક વ્યક્તિ ફક્ત ક્ષણ જીવી રહી છે અને પ્રવૃત્તિનો આનંદ માણી રહ્યા છે.

લોકોએ આ વીડિયો પર આપી પોતાની પ્રતિક્રિયાઓ 

 

 

 

 

 

ઋષિકેશ, વિશ્વભરના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય પ્રવાસ સ્થળ હોવાથી, સમગ્ર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં લોકોને આકર્ષે છે. ઘણા વિદેશી નાગરિકો આપણા દેશમાં સ્થાનિક સંસ્કૃતિને અપનાવીને સ્થાનિક લોકો સાથે આનંદ માણતા અને વાર્તાલાપ કરતા જોઈ શકાય છે.

આ પણ જુઓ: વિદ્યારંભ સંસ્કાર શું છે? બાળકના શિક્ષણનો આરંભ કરાવવા માટે જુલાઈમાં આ છે શુભ મુહૂર્ત

Back to top button