ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

હિંદુઓ ઉપર હુમલાઓ વચ્ચે વિદેશ સચિવ પહોંચ્યા બાંગ્લાદેશ, આ હશે ચર્ચાનો એજન્ડા

Text To Speech

ઢાકા, 9 ડિસેમ્બર : વિદેશ સચિવ વિક્રમ મિસરી સોમવારે એક દિવસની મુલાકાતે બાંગ્લાદેશ પહોંચ્યા હતા.  ઓગસ્ટમાં વડાપ્રધાન શેખ હસીનાની સરકારને હટાવ્યા બાદ ભારત તરફથી આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે.  બાંગ્લાદેશમાં હસીનાની સત્તા પરથી હકાલપટ્ટી બાદ હિંદુઓ સહિત લઘુમતીઓ પર હુમલાને લઈને નવી દિલ્હી અને ઢાકા વચ્ચેના સંબંધોમાં વધતા તણાવ વચ્ચે મિસરીની મુલાકાત આવી છે.

હિંદુઓ પર હુમલાનો મુદ્દો ઉભો થશે

વિક્રમ મિસરી તેમના બાંગ્લાદેશી સમકક્ષ મોહમ્મદ જશીમુદ્દીન સાથે વ્યાપક વાટાઘાટો કરે તેવી શક્યતા છે.  તેઓ બાંગ્લાદેશના કાર્યવાહક વિદેશ મંત્રી મોહમ્મદ તૌહીદ હુસૈનને પણ મળવાના છે. એવું માનવામાં આવે છે કે તેઓ ઢાકા સાથે હિંદુઓ પર હુમલાને લઈને ભારતની ચિંતાઓ ઉઠાવશે.

શેખ હસીનાને દેશ છોડવો પડ્યો

મહત્વનું છે કે, આ વર્ષે ઓગસ્ટમાં સરકાર વિરોધી તત્વો દ્વારા ભારે વિરોધને કારણે હસીનાને દેશ છોડવાની ફરજ પડી હતી, જેના પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં તણાવ આવી ગયો હતો. હસીનાએ ભારતમાં આશરો લીધાના થોડા જ દિવસો બાદ યુનુસે વચગાળાની સરકારની બાગડોર સંભાળી હતી.

ભારત-બાંગ્લાદેશના સંબંધો તંગ છે

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અને હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ તાજેતરના અઠવાડિયામાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસ્યા છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, પાડોશી દેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસા તેમજ મંદિરો પર હુમલાની ઘટનાઓ બની છે, જેના પર ભારતે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો :- જૂનાગઢ હાઈવે ઉપર અકસ્માત બાદ CNG કારમાં બ્લાસ્ટ, 5 વિદ્યાર્થીઓ સહિત 7ના મૃત્યુ, જૂઓ હૃદયદ્રાવક વીડિયો

Back to top button