ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ કરી વિદેશમંત્રી એસ. જયશંકરેઃ જુઓ વીડિયો

Text To Speech

લંડન, 6 માર્ચ, 2025: લંડનમાં એક પાકિસ્તાની પત્રકારે કાશ્મીર મુદ્દો ઉખેળવાનો પ્રયાસ કરતાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે એવો જવાબ આવ્યો કે એ પાકિસ્તાની પત્રકારની બોલતી જ બંધ થઈ ગઈ હતી. વિદેશ મંત્રી એસ જયશંકર બ્રિટન-આયર્લેન્ડના છ દિવસના પ્રવાસે છે. બ્રિટન પહોંચેલા વિદેશ મંત્રી જયશંકરે ચટલામ હાઉસ ખાતે એક થિંક ટેન્ક કાર્યક્રમમાં કાશ્મીર મુદ્દા પર ખૂબ જ સ્પષ્ટતાથી પોતાના વિચારો વ્યક્ત કર્યા. નિસાર નામના એક પાકિસ્તાની પત્રકારે વિદેશ મંત્રીને કાશ્મીર અંગે એક પ્રશ્ન પૂછ્યો. પ્રશ્નનો જવાબ સાંભળીને પાકિસ્તાની પત્રકાર અવાચક રહી ગયો.

પાકિસ્તાની પત્રકારને વિદેશ મંત્રી જયશંકરે આપેલા જવાબનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાની પત્રકારે પૂછ્યું કે, કાશ્મીર મુદ્દો કેમ ઉકેલાઈ રહ્યો નથી. ભારત કાશ્મીર પર ગેરકાયદેસર કબજો કરી રહ્યું છે. પીએમ મોદીના ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો છે. શું પીએમ નરેન્દ્ર મોદી આ સંબંધોનો ઉપયોગ કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે કરી શકશે? કાશ્મીરમાં ૭૦ લાખ લોકો છે, તેમને નિયંત્રિત કરવા માટે ૧૦ લાખ લોકો તૈનાત છે.

પાકિસ્તાની પત્રકારના આ પ્રશ્ન પર વિદેશ મંત્રીએ કહ્યું, “અમે કાશ્મીર સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. અમે આ દિશામાં પણ પગલાં લીધાં છે. પહેલું એ છે કે કલમ 370 દૂર કરવામાં આવી છે. આ ઉપરાંત, બીજું પગલું એ છે કે અમે આર્થિક વિકાસ માટે પગલાં લીધાં છે. આના કારણે જમ્મુ અને કાશ્મીર ઝડપથી વિકાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ત્રીજું પગલું સામાજિક ન્યાયનું છે.”

ભારતના વિદેશમંત્રીએ કહ્યું કે કાશ્મીરમાં હવે કોઈપણ પ્રકારના સામાજિક અન્યાય માટે કોઈ સ્થાન નથી. અમે કાશ્મીર મુદ્દાને સંપૂર્ણપણે ઉકેલી લીધો છે. હવે ફક્ત એ ભાગ જ બચ્યો છે જેના પર પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે. જો પાકિસ્તાન તે ભાગ પાછો આપે તો આખો મુદ્દો ઉકેલાઈ જશે.

ભારતના વિદેશમંત્રીનો આ જવાબ સાંભળ્યા પછી ત્યાં ઉપસ્થિત લોકો લાંબા સમય સુધી તાળીઓ પાડતા રહ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતઃ ભાજપે નગરપાલિકા પ્રમુખો-ઉપપ્રમુખોની કરી નિયુક્તિ, જાણો કોની કોની લોટરી લાગી?

Back to top button