ટોપ ન્યૂઝવર્લ્ડ

વિદેશ મંત્રી એસ. જયશંકરે ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી PMને કોહલીની સાઈનવાળું બેટ ભેટમાં આપ્યું

Text To Speech

કેનબેરા, ઓસ્ટ્રેલિયાઃ વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે કેનબરામાં ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચાર્ડ માર્લ્સને મળ્યા હતા. ક્રિકેટ એક એવી રમત છે જે બંને દેશમાં લોકપ્રિય છે અને બંનેને કનેક્ટ કરે છે. ત્યારે જયશંકરે રિચાર્ડ માર્લ્સને વિરાટ કોહલીના ઓટોગ્રાફવાળું બેટ ગિફ્ટ કર્યું હતું.

આ અંગે માર્લ્સે ટ્વીટ કરીને કહ્યું કે, “અહીં કેનબેરામાં @DrSJaishankar ને હોસ્ટ કરીને આનંદ થયો. ક્રિકેટ પ્રત્યેના અમારો પ્રેમ સહિત ઘણી વસ્તુઓ છે જે અમને બાંધે છે. આજે તેમણે ક્રિકેટના દિગ્ગજ @imVkohli ના ઓટોગ્રાફવાળું બેટ આપીને મને સારી સરપ્રાઈઝ આપી હતી.”

ઉલ્લેખનીય છે કે, અત્યારે રોહિત શર્મા ઇન્ડિયન ટીમનો કેપ્ટન છે. ત્યારે ભારતના વિદેશ મંત્રીએ વિરાટ કોહલીના ઓટોગ્રાફવાળું બેટ આપ્યું એ પોતાનામાં દર્શાવે છે કે હજી પણ વિરાટ જ ફેસ ઓફ ઇન્ડિયન ક્રિકેટ છે. 5 દિવસ પછી એટલે કે 16 તારીખથી ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપનો શુભારંભ થઈ રહ્યો છે. ભારત 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેલબોર્ન ખાતે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે.

જૂનું સંસદ ભવન તિરંગાના રંગમાં રંગાયું
ન્યૂઝીલેન્ડનો પોતાનો પ્રથમ પ્રવાસ પૂરો કરીને કેનબરા પહોંચેલા જયશંકરે આ અગાઉ એક તસવીર ટ્વીટ કરતા લખ્યું હતું કે ‘કેનબરામાં તિરંગા સાથે સ્વાગત. ઓસ્ટ્રેલિયાના જૂના સંસદ ભવનને દેશના રંગમાં રંગાયેલું જોઈને ખુબ ખુશ છું.’ જયશંકરનો આ બીજો ઓસ્ટ્રેલિયા પ્રવાસ છે. આ અગાઉ ફેબ્રુઆરી 2022માં ઓસ્ટ્રેલિયા આવ્યા હતા.

ઓસ્ટ્રેલિયન વિદેશ મંત્રી સાથે પણ મુલાકાત
જયશંકરે ઓસ્ટ્રેલિયન સમકક્ષ પેની વોંગ સાથે પણ મુલાકાત કરી. તેમણે કહ્યું કે, ઉદાર લોકતંત્ર તરીકે ભારત અને ઓસ્ટ્રેલિયા કાયદાથી ચાલનારી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય સમુદ્ર ક્ષેત્રમાં નેવિગેશનની સ્વતંત્રતા, તમામ માટે વિકાસ તથા સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં વિશ્વાસ ધરાવે છે.

S JAISHANKAR
જયશંકરે ઓસ્ટ્રેલિયન સમકક્ષ પેની વોંગ સાથે પણ મુલાકાત કરી. તેમણે કહ્યું કે, ઉદાર લોકતંત્ર તરીકે ભારત અને ઓસ્ટ્રેલિયા કાયદાથી ચાલનારી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય સમુદ્ર ક્ષેત્રમાં નેવિગેશનની સ્વતંત્રતા, તમામ માટે વિકાસ તથા સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં વિશ્વાસ ધરાવે છે.

જયશંકરે હિન્દ-પ્રશાંત વિસ્તારમાં ચીનની વધતી આક્રમકતા વચ્ચે આ નિવેદન આપ્યું. ઓસ્ટ્રેલિયન વિદેશમંત્રી પેની વોંગ સાથે પ્રેસ કોન્ફરન્સમાં જયશંકરે કહ્યું કે બંને નેતાઓ વચ્ચે વાતચીત એકદમ સારી રહી. વોંગે કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેનું માનવું છે કે હિન્દ-પ્રશાંત વિસ્તારને આર્થિક તથા રણનીતિક બંને રીતે એક નવો આકાર આપવામાં આવી રહ્યો છે.

Back to top button