વિદેશી દારૂનો વેપલો : રાજસ્થાનથી વિદેશી દારૂ ભરીને જૂનાગઢ જતી ટ્રકને અમીરગઢ પોલીસે ઝડપી પાડી


- એક બુટલેગર ઝબ્બે, કાયદેસરની કાર્યવાહી કરાઇ
પાલનપુર : અમીરગઢ પોલીસ વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનના બ્યાવરથી દારૂ ભરીને ગુજરાત આવતા ટ્રક ચાલકને ગુજરાતમાં પ્રવેશે તે પહેલાં ઝડપી પાડ્યો છે, અને ટ્રકમાં છુપાવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જિલ્લામાં પ્રોહીબિશન જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરેલ હોય તેમના માર્ગદર્શન હેઠળ અમીરગઢ પોલીસ સ્ટાફ આવલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા. તે દરમ્યાન એક શંકાસ્પદ ટ્રક રોકાવી ચેક કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ટ્રકમાંથી કુલ 10 લાખ 17 હાજર 400 નો મુદ્દામાલ કબ્જે લઈ ટ્રક ચાલક દાઉદ આમદા સાંઘને ઝડપી પાડી પૂછપરછ કરતા પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂ બિયાવરથી જૂનાગઢ લઇ જવાતો હોવાનું સામે આવ્યું હતું. જેથી અમીરગઢ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : રખડતા ઢોરોથી બચવા લોક જાગૃતિ લાવવી પડશે : DSP