ગુજરાતચૂંટણી 2024

ગુજરાત ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરની મુલાકાત લેતા વિદેશી મહેમાનો

Text To Speech
  • પક્ષની કાર્યપદ્ધતી અંગે માહિતી મેળવી

ગાંધીનગર, 3 મે : હાલ દેશમાં લોકસભા ચૂંટણીનું પર્વ ઉજવાઇ રહ્યુ છે. દેશ સહિત વિશ્વના દેશોની નજર પણ ભારતની લોકસભા ચૂંટણી પર છે. આ વખતે દેશમાં સતત ત્રીજી વખત નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. આ વખતે લોકસભા ચૂંટણીમા પ્રથમ વખત વિદેશ વિભાગ દ્વારા વિવિધ દેશોને ભારતના લોકશાહિ પર્વને નીહાળવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જે અંતર્ગત દસ દેશોના પ્રતિનિધીઓ ભારત આવ્યા હતા અને આજે તેમણે પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે મુલાકાત કરી ભાજપના કાર્ય પદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી.

ગુજરાત ભાજપા પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે ઓસ્ટ્રલીયા, તાન્ઝાનિયા,મોરિશિયસ, શ્રીલંકાથી કુલ સાત જેટલા પ્રતિનિધીઓએ મુલાકાત કરી હતી. આ પહેલા આમંત્રીત મહેમાનોએ દિલ્હી ખાતે ભારતમા ચૂંટણી પંચનો રોલ શું છે, કાર્યપધ્ધતી અંગે જાણકારી મેળવી કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ભાજપના સંકલ્પ પત્ર અંગે ચર્ચા કરી હતી. આમંત્રીત મહેમાનોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ વિદેશમંત્રી સાથે પણ સંવાદ કરી પક્ષ કેવી રીતે વિવિધ મીડિયાના માધ્યમોથી જન જન સુધી પક્ષની વાતો રજૂ કરે છે તેની માહિતી મેળવી હતી.

વિદેશથી આવેલ મહેમાનોએ જેવા કે, Mr. Issa Ussi – Tanzania, Mr. Dollar Kusenge – Tanzania, Mr. Nipuna Ranawaka – Sri Lanka, Mr.Pansilu Sulakhana – Australia, Mr.Hansaraz Puttur – Mauritius, Mr. Dhananjay Ramful – Mauritius અને Mr.Josh Manuatu – Australia રાયપુર, ભોપાલ અને ગુજરાતની મુલાકાત લીધી હતી. ભાજપાની કાર્યપદ્ધતીથી પ્રભાવીત થઇ તેમને પણ ભારતમાં ફરી નરેન્દ્રભાઇ મોદી સરકાર ભવ્ય જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

Back to top button