દેશમાં વિદેશી હૂંડિયામણમાં વધારો થતાં આંકડા સામે આવી રહ્યા છે. જેમાં ગત તા.17 નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશનું વિદેશી હૂંડિયામણ અનામત $5.08 બિલિયન વધીને $595.40 બિલિયન થયું છે. અગાઉ, 10 નવેમ્બરના રોજ પૂરા થતા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર $462 મિલિયન ઘટીને $590.32 બિલિયન થયું હતું.
કેવી રીતે વધારો-ઘટાડો નોંધાઇ છે ?
રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર, 17 નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ફોરેન કરન્સી એસેટ (FCA) $4.39 બિલિયન વધીને $526.39 બિલિયન થઈ છે. ડૉલરમાં વ્યક્ત કરવામાં આવે છે, FCA માં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને યેન જેવી નોન-યુએસ કરન્સીના મૂલ્યમાં વધારા અથવા ઘટાડાની અસરનો પણ સમાવેશ થાય છે.
છેલ્લે 2021માં 645 અબજ ડોલર પહોંચી હતી
આ સપ્તાહ દરમિયાન દેશનો સોનાનો ભંડાર $527 મિલિયન વધીને $46.04 અબજ થયો છે. બીજી તરફ, SDR (સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ) $120 મિલિયન વધીને $18.13 બિલિયન થયું છે. 17 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન, IMF પાસે દેશની અનામત સ્થિતિ $42 મિલિયન વધીને $48.3 બિલિયન થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2021માં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 645 અબજ ડોલરના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો.