- આગામી દિવસોમાં વરસાદની કોઈ શકયતા નથી
- લોકોને બપોરે ગરમી અને રાતે ઠંડકનો અનુભવ થશે
- રાજ્યમાં દિવસે 36 ડિગ્રી, રાતે 21 ડિગ્રી આસપાસ રહેશે
ગુજરાતમાં ઠંડીને લઇ હવામાન વિભાગની આગાહી છે કે આવતીકાલથી લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ગગડી શકે છે. તેમજ લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટતા ઠંડીનું જોર વધશે. તથા ઉત્તરીય પવનોને લીધે બેવડી ઋતુનો અહેસાસ કરવો પડશે.
રાજ્યમાં દિવસે 36 ડિગ્રી, રાતે 21 ડિગ્રી આસપાસ રહેશે
રાજ્યમાં દિવસે 36 ડિગ્રી, રાતે 21 ડિગ્રી આસપાસ રહેશે. તથા બપોરે ગરમી અને રાતે ઠંડકનો અનુભવ થશે. ગઈકાલ અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહ્યું હતુ. તથા રાત્રે અમદાવાદનું લઘુતમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થશે. તથા 2 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી રાહત મળશે. હાલમાં તેજ વાવાઝોડાથી ગુજરાતને રાહત મળી હતી. ત્યારે વાવાઝોડાને કારણે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું.
આગામી દિવસોમાં વરસાદની કોઈ શકયતા નથી
નવરાત્રી દરમ્યાન ચોમાસાની આગાહી પણ ખોટી સાબિત થતાં નવરાત્રીમાં ભંગ થતો અટક્યો હતો. ત્યારે હવે ગરમી અને ઠંડીના મિશ્ર વાતાવરણ વચ્ચે શિયાળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે હવે આવનારા દિવસોમાં લોકોને ગરમીથી રાહત મળે તેવા સમાચારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચોમાસાની વિદાય બાદ હવે વાતાવરણમાં ઠંડીની અસર દેખાઈ રહી છે. વહેલી સવારે લોકોને ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં વરસાદની કોઈ શકયતા નથી.
લોકોને બપોરે ગરમી અને રાતે ઠંડકનો અનુભવ થશે
ચોમાસા બાદ શિયાળાની શરૂઆતના આ ગાળાના સમયમાં ટ્રાન્જેસ્ટ મહિનો હોવાથી તાપમાન યથાવત રહેવાની સંભાવના જોવા મળી રહી છે. આ મહિના માં દિવસે 36 ડિગ્રી તાપમાન જ્યારે રાતે 21 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. હાલ તો વહેલી સવારની ગુલાબી ઠંડી સાથે વાતાવરણ સ્થિર રહેવાની સાથે ગરમીમાં આંશિક ઘટાડો નોંધાવાની હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા આગાહી કરવામાં આવી છે. લોકોને બપોરે ગરમી અને રાતે ઠંડકનો અનુભવ થશે.