ગુજરાતમાં ગાજવીજ સાથે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
- હુંફાળું, ભેજવાળું અને મધ્ય વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા
- ગાંધીનગર, અમદાવાદમાં વરસાદની આગાહી છે
- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3 મીમી વરસાદ આવી શકે છે
ગુજરાતમાં ગાજવીજ સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગે 3 કલાક માટે વેધર બુલેટિન જાહેર કર્યું છે. તેમજ જામનગર જિલ્લામાં આજે 3 મીમી વરસાદ પડવાની શક્યતા છે. તથા ડાંગ તથા વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. જેમાં વરસાદને લઈ સવારે 7થી 10 વાગ્યાનું વેધર બુલેટિન હવામાન વિભાગે જાહેર કર્યું છે.
ગાંધીનગર, અમદાવાદમાં વરસાદની આગાહી છે
ગાંધીનગર, અમદાવાદમાં વરસાદની આગાહી છે. તેમજ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા તથા આણંદ, મહિસાગર, દાહોદમાં વરસાદની આગાહી છે. તથા પંચમહાલ, વડોદરા, નર્મદા તેમજ છોટા ઉદેપુર અને ભરૂચમાં વરસાદની આગાહી છે. સુરત, તાપી, નવસારી, ડાંગ તથા વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 3 કલાક માટે વેધર બુલેટિન જાહેર કર્યું છે. જેમાં કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયાથી મધ્યમ વરસાદની આગાહી છે.તેમજ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તેમાં સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડામાં વરસાદની આગાહી છે. તથા આણંદ, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ તેમજ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાગર હવેલી વરસાદની આગાહી છે.
શહેરમાં આજથી 31 તારીખ દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મધ્ય વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા
જામનગર જિલ્લામાં આજે 3 મીમી વરસાદ પડવાની શક્યતા રહેલી છે. તેમજ શહેરમાં આજથી 31 તારીખ દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મધ્ય વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે. મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 24 કિમીની રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ 3 મીમી વરસાદ પડી શકે છે. મોરબી જિલ્લામાં પણ હુંફાળું, ભેજવાળું અને મુખ્યત્વે વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. તેમજ શહેરમાં છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3 મીમી વરસાદ આવી શકે છે. તેમજ પવનની ઝડપ પ્રતિ કલાકે 27 કિમીની રહેવાની શક્યતા છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે.