ગુજરાતમાં ગરમી સાથે વરસાદની પણ આગાહી, જાણો કઇ તારીખે ખાબકશે માવઠું
- પ્રી-મોન્સુન એક્ટિવિટીથી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી
- ગાજવીજ અને ભારે પવનો સાથે વરસાદની આગાહી કરાઇ
- અમદાવાદમાં 38.8, ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં ગરમી સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેમાં પ્રી-મોન્સુન એક્ટિવિટીથી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તેમાં ગાજવીજ અને ભારે પવનો સાથે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં 11 ,12 ,13 એપ્રિલે પ્રી-મોન્સુન વરસાદની આગાહી છે.
11 એપ્રિલે સાબરકાંઠા,અરવલ્લી, મહિસગાર, દાહોદમાં વરસાદની આગાહી
11 એપ્રિલે સાબરકાંઠા,અરવલ્લી, મહિસગાર, દાહોદ, દીવ તથા દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. તેમજ 12 એપ્રિલે ભરૂચ, સુરત, નવસારી તથા દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. તથા 13 એપ્રિલે ભરૂચ, સુરત, નવસારી તથા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ રહેશે. રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટવાની સંભાવના છે. તેમાં 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર થયુ છે. તથા 39.5 ડિગ્રી તાપમાન સાથે ભુજ સૌથી ગરમ શહેર રહ્યું છે. તેમજ વલ્લભ વિદ્યાનગરમાં તાપમાન 39.1 ડિગ્રી પહોંચ્યુ છે.
અમદાવાદમાં 38.8, ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તાપમાન
અમદાવાદમાં 38.8, ગાંધીનગરમાં 38.5 ડિગ્રી, વડોદરામાં 38.6, અમરેલીમાં 38.8 ડિગ્રી તેમજ રાજકોટમાં 38.7, સુરેન્દ્રનગરમાં 39.1 ડિગ્રી તાપમાન રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાન વિશે વાત કરીએ તો ડીસામાં 38.7 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 39.1 ડિગ્રી, વડોદરા 38.6 ડિગ્રી, સુરત 37.8 ડિગ્રી, અમરેલી 38.8 ડિગ્રી, ભાવનગર 36.7 ડિગ્રી, રાજકોટ 38.7 ડિગ્રી તેમજ સુરેન્દ્રનગર 39.1 ડિગ્રી તાપમાન રહ્યું છે.