- પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
- અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદી ઝાપટા પડશે
- બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદ
ગુજરાતમાં વરસાદ માટે આગાહી કરાઇ છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. તેથી લોકોમાં હાલાકીનો ભય સતાવી રહ્યો છે. તેમજ તંત્ર પણ સમગ્ર મામલે તૈયાર છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદ રહેશે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદી ઝાપટા પડશે
અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદી ઝાપટા પડશે. તેમજ ઉત્તર ગુજરાત તરફ એક સાયક્લોનિક સર્ક્યુંલેશન બનશે. જેમાં આ સર્ક્યુલેશની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદ નોંધાશે. તથા અત્યાર સુધી રાજ્યમાં 92 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. જેને લઈ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. રાજ્યના અન્ય વિસ્તારમાં પણ મેઘવર્ષા થશે.
પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આજે અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસશે. 4 ઓગસ્ટના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદ, અને મહીસાગરમાં મૂશળધાર વરસાદ વરસશે. 5 ઓગસ્ટના અરવલ્લી, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 85 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદમાં અત્યાર સુધી સિઝનનો 75 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ધંધૂકામાં 110 ટકા અસૌથી ઓછો બાવળામાં 30 ટકા વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.