Mahindra Tharને સીધી ટક્કર આપવા ફોર્સ મોટર્સે લોન્ચ કરી Force Gurkha
HD ન્યુઝ ડેસ્ક. 5 મે: ગુરખા 5 ડોર અને 3 ડોર ભારતમાં લોન્ચ થઈ છે. ફોર્સ મોટર્સે આખરે તેની લોકપ્રિય ઓફ-રોડિંગ SUV ફોર્સ ગુરખાને નવા અવતારમાં લોન્ચ કરી છે. આકર્ષક દેખાવ અને પાવરફુલ એન્જિનથી સજ્જ કંપનીએ આ SUVને 5 ડોર અને 3 ડોર એમ બંને વેરિએન્ટમાં લોન્ચ કરી છે. તેના 5 ડોર વેરિઅન્ટની 18 લાખ રૂપિયા છે અને 3 ડોર વેરિઅન્ટની 16.75 લાખ રૂપિયા એક્સ શો રુમની કિંમત છે.
ન્યુ ફોર્સ ગુરખાનું બુકિંગ 29 એપ્રિલથી શરૂ થઈ ગયું છે. ઈચ્છુક ગ્રાહકો કંપનીની સત્તાવાર વેબસાઇટ અને સત્તાવાર ડીલરશીપ દ્વારા બુક કરાવી શકે છે. ફોર્સ મોટર્સ કહે છે કે SUVની ટેસ્ટ ડ્રાઈવ ડિલિવરી પછીના એક અઠવાડિયા અને મહિનાઓ વચ્ચે શરૂ કરવાની યોજના છે. કંપનીએ આ SUVમાં ઘણા ફેરાફારો કરવામાં આવ્યા છે જે તેને છેલ્લા મોડલ કરતા વધુ સારી બનાવે છે. હાલમાં, આ SUV કારની સીધી ટક્કર મહિન્દ્રા થાર સાથે છે. જો કે, થારમાં હજુ પણ માત્ર 3 ડોર વેરિયન્ટમાં જ મળે છે. જોકે મહિન્દ્રા પણ આ વર્ષે થારનું 5-ડોર વેરિયન્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. THAR પેટ્રોલ એન્જિન ટુ-વ્હીલ ડ્રાઇવ અને ઓટોમેટિક ટ્રાન્સ-ટ્રાન્ઝીશન ગિયરબોક્સ સાથે પણ ઉપલબ્ધ છે. જ્યારે ગુરખા હવે માત્ર ડીઝલ મેન્યુઅલ અને ફોર વ્હીલ ડ્રાઇવ (4WD) વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.
લુક અને ડિઝાઇન:
નવી ફોર્સ ગુરખાને 3 ડોર અને 5 ડોર એમ બંને વેરિયન્ટમાં એક્સટિરિયરથી લઈને ઈન્ટિરિયરમાં ઘણા બધા ફેરફારો સાથે રજુ કરી છે. ફોર્સ મોટર્સે એટ્રેક્ટિવ ડિઝાઇનની સાથે વિવિધ કલર ઓપ્શન જેવા કે ગ્રીન, રેડ, વ્હાઈટ અને બ્લેક કલર સાથે નવા ફોર્સ ગુરખાને લોન્ચ કરી છે. 5 ડોર વેરિઅન્ટ લુક અને ડિઝાઇનમાં 3 ડોર વેરિઅન્ટ જેવું જ છે. જોકે, તે સાઈઝમાં થોડી મોટી અને કેબિનમાં વધુ સ્પેસ સાથે બેસ્ટ સિટીંગ કેપેસીટી મળે છે.
ફોર્સ ગુરખાની સાઈઝ
ફોર્સ ગુરખામાં સિંગલ સ્લેટ ગ્રિલ, ફેન્ડેડ ટર્ન ઈન્ડિકેટર્સ, સર્ક્યુલર LED હેડલેમ્પ્સ, ડે ટાઈમ રનિંગ લાઈટ્સ, કોર્નરિંગ સિસ્ટમ સાથેની ફોગ લાઈટ્સ, રૂફ રેક, ચંકી વ્હીલ આર્ક વગેરે આપવામાં આવ્યા છે. ગુરખા 3-ડોરની સાઈઝની વાત કરીએ તો, તેની લંબાઈ 3,965 mm, પહોળાઈ, 1,865 mm પહોળાઈ અને ઊંચાઈ 2,080 mm છે. જ્યારે તેનું વ્હીલબેઝ 2,400 મીટર અને ટર્નિંગ રેડિયન્સ 5.5 મીટર છે.
ગુરખા 5 ડોરની લંબાઈ 4,390 mm, પહોળાઈ 1,865 mm અને ઊંચાઈ 2,095 mm છે. સાઈઝમાં મોટી હોવાના કારણે તેમા 2,825 μmનો વ્હીલબેઝ અને 6.3 મીટરની ટર્નિંગ રેડિયન્સ મળે છે. આ સાથે 233 μનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ આપવામાં આવ્યું છે. આ SUV 34 ડિગ્રી ગ્રેડેબિલિટી સાથે આવે છે જેમાં 18 ઇંચના એલોય વ્હીલ્સ પણ ઓફર કરે છે. વધુમાં, તેની વેડિંગ ક્ષમતા પણ 700-mm છે. જે તેને ખરાબ પાણી અને રોડ રસ્તા પર આસાની અટક્યા વિના સરળતાથી આગળ વધવામાં મદદ કરે છે.
પાવર અને પર્ફોમન્સ
ગુરખા કેબિનમાં 9 ઇંચની ટેચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અપાઈ છે. જે હવે કી એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે વાયરલ કાર કનેક્ટિવિટી સિસ્ટમ સાથે આવે છે. કંપનીએ મર્સિડિઝમાંથી સોર્સ કરાયેલા 2.6 લિટરની ક્ષમતાવાળા 4 સિલિન્ડર ડીઝલ એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે 138 bhp પાવર અને 320Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ઉમેરવામાં આવ્યું છે. 4X4 સિસ્ટમ આપવામાં આવી છે.
બીજા ફિચર્સો પણ જોવા મળશે
અન્ય સુવિધાઓમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ટિલ્ટ અને ટેલિસ્કોપિક સ્ટીયરિંગ વ્હીલ, મેન્યુઅલ એસી, રૂફ માઉન્ટેડ એસી વેન્ટ્સ, પાવર્ડ તમામ દરવાજાનો સમાવેશ થાય છે. આ વખતે કંપનીએ ફોર્સ ગુરખાની સેફટી ફિચર્સમાં પણ અપડેટ આપી છે. જેમાં ડ્યુઅલ એરબેગ્સ, એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સાથે બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD) છે. ગુરખા 5- ડોરમાં કંપનીએ બીજી રોમાં બેન્ચ સીટ આપી છે અને થર્ડ રોમાં કેપ્ટન સીટ આપી છે.
આ પણ વાંચો:બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ