ફોર્બ્સે જારી કરી ભારતના 200 ધનિકોની યાદી, જાણો કોણ કયા નંબરે છે?
- 116 બિલિયન ડોલરની નેટવર્થ સાથે મુકેશ અંબાણી ભારતીય ધનિકોમાં ટોચના સ્થાને
- ફોર્બ્સ યાદીમાં સામેલ આ 200 ધનીકો રૂ. 954 અબજ ડોલરની ધરાવે છે સંપતિ
નવી દિલ્હી, 3 એપ્રિલ: ફોર્બ્સ દ્વારા 2024 માટે વિશ્વના ધનિકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં આ વખતે 200 ભારતીયોના નામ સામેલ છે. જ્યારે ગયા વર્ષે તેમાં 169 ભારતીયોના નામ હતા. આ 200 ભારતીયોની કુલ સંપત્તિ 954 બિલિયન(અબજ) ડોલર છે, જે ગયા વર્ષના 675 બિલિયન ડોલર કરતા 41 ટકા વધુ છે. ફોર્બ્સની ભારતીય અબજોપતિઓની આ યાદીમાં મુકેશ અંબાણી ટોચના સ્થાને છે, જેમની નેટવર્થ 83 બિલિયન ડોલરથી વધીને 116 બિલિયન ડોલર થઈ છે, જેનાથી તેઓ 100 બિલિયન ડોલર ક્લબમાં પ્રવેશનાર પ્રથમ એશિયન બન્યા છે. મુકેશ અંબાણીએ વિશ્વના નવમા સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે.
- ભારતના 10 સૌથી અમીર લોકો
- મુકેશ અંબાણી- 116 બિલિયન ડૉલર
- ગૌતમ અદાણી-84 બિલિયન ડૉલર
- શિવ નાદર- 36.9 બિલિયન ડૉલર
- સાવિત્રી જિંદાલ- 33.5 બિલિયન ડોલર
- દિલીપ સંઘવી- 26.7 બિલિયન ડૉલર
- સાયરસ પૂનાવાલા – 21.3 બિલિયન ડોલર
- કુશલ પાલ સિંહ- 20.9 બિલિયન ડૉલર
- કુમારમંગલમ બિરલા – 19.7 બિલિયન ડોલર
- રાધાકિશન દામાણી- 17.6 બિલિયન ડૉલર
- લક્ષ્મી મિત્તલ- 16.4 બિલિયન ડૉલર
ગૌતમ અદાણી અને સાવિત્રી જિંદાલનું નામ પણ આ યાદીમાં ટોચ પર
જ્યારે ગૌતમ અદાણીની વાત કરવામાં આવે તો આ યાદીમાં ગૌતમ અદાણી બીજા સૌથી અમીર ભારતીય છે. તેમની સંપત્તિમાં 36.8 બિલિયન ડોલરનો વધારો થયો છે. તેઓ 84 બિલિયન ડોલરની નેટવર્થ સાથે યાદીમાં 17મા ક્રમે છે. સાવિત્રી જિંદાલ ભારતની સૌથી ધનિક મહિલા છે. ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં તેમનું નામ ચોથા સ્થાને છે. એક વર્ષ પહેલા તે છઠ્ઠા સ્થાને હતા. તેમની કુલ સંપત્તિ 33.5 બિલિયન ડોલર છે. આ યાદીમાં 25 નવા ભારતીય અબજોપતિઓએ પ્રવેશ કર્યો છે. જેમાં નરેશ ત્રેહાન, રમેશ કુન્હીકન્નન અને રેણુકા જગતિયાનીના નામ સામેલ છે. તે જ સમયે, બાયજુ રવિન્દ્રન અને રોહિકા મિસ્ત્રીનું નામ યાદીમાંથી બહાર રહી ગયું છે.
આ પણ જુઓ: ટોયોટાએ લોન્સ કરી સૌથી સસ્તી SUV, કિંમત માત્ર રૂ. 7.74 લાખ, જાણો વિગતો