શુક્રની બદલાતી ચાલ કઈ રાશિઓ માટે ચાંદી જ ચાંદી સાબિત થશે?
- 19 મેના રોજ શુક્ર ગ્રહ એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના ગોચરથી ગુરુ અને શુક્રની યુતિ બનશે, જે 13 જૂન સુધી રહેશે
શુક્ર મે મહિનામાં ગોચર કરશે. શુક્રના રાશિ પરિવર્તનથી તમામ રાશિઓ પ્રભાવિત થશે. 19 મેના રોજ શુક્ર ગ્રહ એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના ગોચરથી ગુરુ અને શુક્રની યુતિ બનશે, જે 13 જૂન સુધી રહેશે. મેષથી વૃષભ રાશિમાં શુક્રનો પ્રવેશ કેટલીક રાશિઓ માટે લકી માનવામાં આવે છે. વૃષભ રાશિમાં શુક્રના ગોચરથી કઈ રાશિઓની કિસ્મત પલટાશે. શુક્રની બદલાતી ચાલ કોના માટે શુભ સાબિત થશે?
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે શુક્રનું રાશિ પરિવર્તન શુભ માનવામાં આવે છે. નોકરિયાત વર્ગ માટે અને વેપારીઓ માટે આ સમય લકી રહેશે. સિંગલ જાતકો જે પ્રેમની તલાશમાં છે, તેમને ગૂડ ન્યૂઝ મળી શકે છે. મેરિડ લોકોએ પોતાના પાર્ટનરની હેલ્થ પર ધ્યાન આપવું જોઈએ.
વૃશ્ચિક રાશિ
શુક્રનું ગોચર વૃશ્ચિક રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે. કરિયરમાં તમને નવા ટાસ્ક મળી શકે છે, જે મહેનત સાથે કરવું તમારા માટે લાભદાયક રહેશે. ઘર-પરિવારમાં મોજમસ્તીનો માહોલ રહેશે. જીવનસાથી સાથે અણબનાવ ન થાય તે માટે ધીરજથી કામ લેજો.
વૃષભ રાશિ
શુક્રનું રાશિ પરિવર્તન વૃષભ રાશિના લોકો માટે લાભકારી માનવામાં આવે છે. રોકાણ માટે આ સમય સારો માનવામાં આવે છે. વૈવાહિક જીવન રોમેન્ટિક રહેશે. પ્રેમીજનો એક બીજા સાથે સારો સમય વીતાવી શકશે. કેટલાક લોકો વાહન પણ ખરીદી શકશે. મિત્રો સાથે સારો સમય વીતાવી શકશો.
આ પણ વાંચોઃ અક્ષય તૃતિયા પર ગજકેસરી યોગ, સોના-ચાંદીના સ્થાને ખરીદો આ વસ્તુ