સ્પોર્ટસ

IPL 2022: 15 વર્ષમાં માત્ર બીજી વખત, ધોની-રોહિત-કોહલી ફાઇનલમાં નહીં જોવા મળે

Text To Speech

IPLના ઈતિહાસમાં બીજી વખત એવું બનવા જઈ રહ્યું છે કે વિરાટ કોહલી, રોહિત શર્મા કે એમએસ ધોનીમાંથી કોઈ પણ ફાઈનલ મેચમાં મેદાન પર રમતા જોવા નહીં મળે. અગાઉ આવી ઘટના વર્ષ 2014માં બની હતી. જ્યારે ત્રણ દિગ્ગજ ખેલાડીઓમાંથી કોઈ પણ મેદાન પર જોવા મળ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે, 2014ની ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની સામે કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ ટકરાઈ હતી. આ ઉપરાંત ઈન્ડિયન પ્રીમિયર લીગના 15 વર્ષના ઈતિહાસમાં આ પહેલી ફાઈનલ હશે, જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન બેનેમાંથી કોઈ પણે ભારતનું નેતૃત્વ કર્યું નથી.

એમએસ ધોનીની કપ્તાની હેઠળ, ચેન્નાઈ સુપર કિંગ્સ 2008, 2010, 2011, 2012, 2013, 2015, 2018, 2019 અને 2021માં ફાઇનલમાં પહોંચી હતી. આ દરમિયાન તેણે 2010, 2011, 2018 અને 2021માં ટાઈટલ જીત્યું હતું.

ફાઈલ ફોટો

રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે 5 આઈપીએલ ટાઈટલ જીત્યા છે, મહત્વની વાત એ છે કે મુંબઈની ટીમ છ વખત ફાઇનલમાં પહોંચી છે, રોહિત શર્માની કેપ્ટન્સીમાં, મુંબઈ 2013, 2015, 2017, 2019 અને 2020માં ચેમ્પિયન બન્યું હતું.જ્યારે RCBના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ત્રણ ફાઈનલન મેચ રમ્યો હતો જેમા તે 2009,2011,2016 આ ત્રણેય ફાઇનલમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરને હારનો સામનો કરવો પડીયો હતો.

ફાઈલ ફોટો

અત્યાર સુધીના આઈપીએલની ફાઈનલની વાત કરવામાં આવેતો 2014ના વર્ષને બાદ કરતા આ ત્રણેય કેપ્ટન ફાઈનલમાં જોવા મળ્યા હતા. જેમાં 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2015, 2016, 2017, 2018, 2019, 2020 અને 2021માં  આ તમામ IPLફાઈનલમાં એમએસ ધોની, વિરાટ કોહલી, અને રોહિત શર્મા કેપ્ટન તરીકે હાજર હતા.

આઈપીએલની અત્યાર સુધીની ફાઈનલ મેચો

2008 રાજસ્થાન રોયલ્સ – ચેન્નાઈ સુપર કિંગ્સ

2009 ડેક્કન ચાર્જર્સ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

2010 ચેન્નાઈ સુપર કિંગ્સ મુંબઈ ઈન્ડિયન્સ

2011 ચેન્નાઈ સુપર કિંગ્સ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

2012 કોલકાતા નાઈટ રાઈડર્સ – ચેન્નાઈ સુપર કિંગ્સ

2013 મુંબઈ ઈન્ડિયન્સ – ચેન્નાઈ સુપર કિંગ્સ

2014 કોલકાતા નાઈટ રાઈડર્સ – કિંગ્સ ઈલેવન પંજાબ

2015 મુંબઈ ઈન્ડિયન્સ-ચેન્નઈ સુપર કિંગ્સ

2017 મુંબઈ ઈન્ડિયન્સ-રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ

2016 સનરાઈઝર્સ હૈદરાબાદ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

2020 મુંબઈ ઈન્ડિયન્સ – દિલ્હી કેપિટલ્સ

2018 ચેન્નાઈ સુપર કિંગ્સ – સનરાઈઝર્સ હૈદરાબાદ

2019 મુંબઈ ઈન્ડિયન્સ – ચેન્નાઈ સુપર કિંગ્સ

2021 ચેન્નાઈ સુપર કિંગ્સ – કોલકાતા નાઈટ રાઈડર્સ

2022 રાજસ્થાન રોયલ્સ – ગુજરાત ટાઈટંસ

 

Back to top button