ગુજરાતમાં કાતિલ ઠંડી: 10 શહેરોમાં તાપમાન 13 ડિગ્રીની નીચે નોંધાયું, હવે કોલ્ડવેવની આગાહી
ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યુ છે ત્યારે સતત ચોથા દિવસે પારો ગગડતા રાજ્યમાં ગુલાબી ઠંડીની મૌસમ જામી છે. રાજ્યના 10 શહેરોમાં ઠંડીનો ચમકારો વધી જતા 13 ડિગ્રીની નીચે તાપમાન નોંધાયું છે. જ્યારે ગતરાત્રીના નલિયામાં સૌથી નીચુ 4.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. ત્યારે આ સાથે રાજ્યના મોટા ભાગના શહેરોમાં પારો ગગડતાં અનેક શહેર ઠંડીમાં ઠુઠવાયા છે.
આ શહેરો ઠંડીમાં ઠુઠવાયા
રાતમાં વધતુ ઠંડીનુ જોરને લઈને કચ્છ ખાતે બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં 12.6 ડિગ્રી સરેરાશ તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 11.2, વડોદરામાં 11.4, તેમજ સુરત 13.6, રાજકોટ 10.7, ડીસા 12.2, વલસાડ 16.5, ભાવનગર 14, દ્વારકા 15.2, સુરેન્દ્રનગર 12.5, મહુવા 11.7, પોરબંદર 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સાથે જ નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અહીં પારો 7 ડિગ્રીથી ઘટીને 4 ડિગ્રી થઇ જતાં હાડ થિજવતી ઠંડીનો અહેસાસ થયો હતો.
આ પણ વાંચો: ઉત્તર ભારતમાં શીત લહેર : દિલ્હીમાં યલો એલર્ટ અને આજે વર્ષનો સૌથી ઠંડો દિવસ
કચ્છમાં કોલ્ડવેવ
ત્યારે કચ્છમાં કોલ્ડવેવ રહેશે. જ્યારે રાજ્યમાં ઠંડીનો પારો સતત ગગડી શકે છે અને લોકોને હાડ થીજવતી ઠંડી લાગશે.આ ઉપરાંત 11 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 15 ડીગ્રીથી નીચે નોંધાયો છે.તો રાજસ્થાનના માઉન્ટઆબુમાં પણ પારો ગગડી રહ્યો છે. રાજ્યમાં લોકો ઠંડીનો રાહ જોઇ રહ્યા હતા, ત્યારે છેલ્લા ત્રણ દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં પારો ગગડશે. લોકો ઠંડીથી બચવા તાપણા કરતા નજરે પડ્યા હતા. સાથે જ હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી પણ સામે આવી છે. ઉત્તર તરફથી પવન ફુંકાતા ઠંડી વધવાની શક્યતા છે.