ગિરનાર ક્ષેત્રમાં યોજાતી લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ ઘણું માનવામાં આવે છે. દેવ ઊઠી એકાદશીથી પૂર્ણિમા સુધીના પાંચ દિવસ માટે ગિરનારમાં લીલુડી પરિક્રમા એટલે કે લીલી પરિક્રમા કરવાનું વિશેષ મહત્વ છે.કોરોનાને કારણે બે વર્ષથી લીલી પરિક્રમમા સામાન્ય લોકો માટે બંધ રાખવામાં આવી હતી. જોકે, આ વખતે પહેલાની જેમ જ લીલી પરિક્રમા શરૂ કરવામાં આવતા પરિક્રમા માટે મોટી સંખ્યામાં લોકો ઉમેટી પડ્યા હતા . જેના કારણે આજથી જ એટલે કે એક દિવસ પહેલા જ તેનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આજે વહેલી સવારે પાંચ કલાકે ઇટવા ઘોડી ગેટ ખોલીને આશરે બે લાખ લોકોએ પરિક્રમા શરૂ કરી છે.
લીલી પરિક્રમાનો એક દિવસ અગાઉ કરાયો પ્રારંભ
બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આજે સવારે પાંચ કલાકે લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સમય પહેલા જ આવી જતા આ પરિક્રમાનો વહેલો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પરિક્રમા માટે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ જ છે. આ વખતે એક દિવસ પહેલા જ આ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવતા માનવામાં આવે છે કે, આ વખતે ભીડ નહીં થાય.
લીલી પરિક્રમા ક્યારે અને કેવી રીતે થાય છે?
ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે, જેમાં એકાદશીના રોજ દામોદર કુંડમાં સ્નાન, દામોદરજીના દર્શન, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન, ગિરનારની તળેટીમાં રાત્રિ રોકાણ કરે છે. ત્યારે આ પાંચ દિવસની યાત્રા અગિયારસની રાત્રિથી જ લીલી ઝંડી સાથે વિધિવત પ્રારંભ થાય છે. જે દૂધેશ્વરના ભવનાથ તળેટીના રૂપાયતન દરવાજાથી શોભાયાત્રાનો પ્રારંભ થાય છે. લગભગ સાડા ત્રણ માઈલ દૂર હસનપુર અથવા જીનબાવા માડી ખાતે ભક્તો ઉત્તર તરફના પહાડોને ઓળંગીને રાત વિતાવે છે. જે પછી કારતક સુદ તેરસના દિવસે ભક્તો ગિરનારના ઉત્તર કિનારે જ્યાં સુરજકુંડ આવેલું છે ત્યાં રાત્રી રેકાણ કરે છે.
ચૌદમા દિવસે, ગિરનારની પૂર્વમાં માલવેલાથી ફ્લાઈટ લઈને દક્ષિણ તરફ બોરદેવીમાં જવાનું હોય છે. માતાજી અહીં ફળિયાની નીચે બિરાજમાન છે, જ્યાં ઘણા મહિનાઓ સુધી પાણી રહે છે. ભક્તો અહીં કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકે છે. પૂનમની સવારે ભક્તો બોરદેવી છોડીને ભવનાથ તળેટીમાં પરત ફરે છે. અને આમ પાંચ દિવસની યાત્રા સંપન્ન થાય છે.
આ પણ વાંચો: જુનાગઢ: મોરબી દુર્ઘટના બાદ લીલી પરિક્રમા અંગે લેવાયો મોટો નિર્ણય