ગુજરાત

ગુજરાતમાં 37 સ્થળોએ પહેલીવાર વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમો થશે

  • વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પૂર્વાર્ધમાં કાર્યક્રમો જિલ્લા સ્તરે લઈ જવાયા
  • ચાર મોટા મહાનગરો-અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કાર્યક્રમો ચાલશે
  • સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી, નાબાર્ડ, સિડબી જેવી સંસ્થાઓ આ મેળામાં સામેલ થશે

ગુજરાતમાં 37 સ્થળોએ પહેલીવાર વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમો થશે. જેમાં ઉદ્યોગો-કુટિર-ગ્રામોદ્યોગો માટે લોનમેળા-સેમિનારો યોજાશે. ઉદ્યોગ વિભાગના ત્રણે મંત્રીઓની જવાબદારી નિશ્ચિત કરાઈ છે. ક્રેડિટ લિન્કેજ પ્રોગ્રામ હેઠળ આ તમામ 37 જગ્યાઓએ લોનમેળા યોજાશે.

આ પણ વાંચો: દિલ્હીના રામલીલા મેદાન ઉપર ‘પેન્શન શંખનાદ રેલી’, ગુજરાતના 7 હજાર સરકારી કર્મચારીઓ જોડાયા 

વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પૂર્વાર્ધમાં કાર્યક્રમો જિલ્લા સ્તરે લઈ જવાયા

વીસ વર્ષમાં પહેલીવાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પૂર્વાર્ધમાં કાર્યક્રમો જિલ્લા સ્તરે લઈ જવાઈ રહ્યાં છે. ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ના નેજા હેઠળ આખા ઑક્ટોબર મહિના દરમિયાન તમામ 33 જિલ્લામાં તેમજ ચાર મોટા મહાનગરો-અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કાર્યક્રમો ચાલશે. આ કાર્યક્રમો અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર માટે 2-3 દિવસ એક્ઝિબિશન યોજાશે, જેમાં સ્થાનિક સૂક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગો, કુટિર તથા ગ્રામોદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, સેલ્ફ હેલ્પ ગ્રૂપ્સ, ખેડૂત સંગઠનોને સાંકળવામાં આવશે. આ એક્ઝિબિશનમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ પસંદગી કરાયેલા ઉત્પાદનોને અગ્રતા આપવામાં આવશે. ક્રેડિટ લિન્કેજ પ્રોગ્રામ હેઠળ આ તમામ 37 જગ્યાઓએ લોનમેળા યોજાશે.

આ પણ વાંચો: ચેતી જજો: ગુજરાતના આ શહેરમાં સૌથી વધુ સાઇબર ક્રાઇમના ગુના નોંઘાયા

સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી, નાબાર્ડ, સિડબી જેવી સંસ્થાઓ આ મેળામાં સામેલ થશે

સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી, નાબાર્ડ, સિડબી જેવી સંસ્થાઓ આ મેળામાં સામેલ થશે. કેપેસિટી બિલ્ડિંગ, ઉદ્યોગ સાહસિકતા, એક્સ્પોર્ટ પ્રમોશન માર્કેટ લિન્કેજ વગેરે અંગે સેમિનારોનું આયોજન થશે, જેમાં જિલ્લા વહીવટીતંત્રો દ્વારા ડિરેક્ટોરેટ ઑફ ફોરીન ટ્રેડ, ફેડરેશન ઑફ એક્સ્પોર્ટ ઓર્ગેનાઇઝેશન, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ ફોરીન ટ્રેડ, એન્ટપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ, ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયા ઉપરાંત એનઆઇડી, નિફ્ટ, અમદાવાદ મૅનેજમેન્ટ એસોસિયેશન જેવી સંસ્થાઓ પણ ભાગ લેશે. વિવિધ મંત્રીઓને આ કાર્યક્રમોની જવાબદારી સોંપાઈ છે, જે પૈકી ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત મહેસાણા, પાટણ, અમદાવાદ શહેરના કાર્યક્રમોમાં, ઉદ્યોગરાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત શહેર, સુરત ગ્રામીણ તથા વડોદરા શહેરના કાર્યક્રમોમાં તેમજ એમએસએમઇ રાજ્યમંત્રી જગદીશ પંચાલ, કચ્છ, મોરબી, આણંદ અને રાજકોટ શહેરના કાર્યક્રમોમાં જોડાશે.

Back to top button